છોટાઉદેપુર : બોડેલીમાં અલીપુરા ચોકડી પર સર્જાયો આખલા યુદ્ધ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

બોડેલીના અલીપુરા ચોકડી ઉપર વારંવાર બે આખલાઓ બાખડ્યાં હતા. જેને લઈને રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ રખડતા પશુઓના કારણે રાહદારીઓ અને વાહનચાલકો માટે પરેશાનીઓ વધી ગઈ છે.
આવો આખલા યુદ્ધ કોઇક વખત જીવલેણ સાબિત થઈ શકે છે,
રખડતા પશુઓને તંત્ર પકડીને પાંજરાપોળમાં મૂકે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

બોડેલીના અલીપુરા ચોકડી પર આ આખલા યુદ્ધ છેડાયું હતું. જેથી ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. આ આખલા યુદ્ધ એટલું ભયંકર હતું કે આખલાઓને છોડાવવા માટે મેદાને ઉતરવા માટે કોઈ તૈયાર ન હતું, જોકે એક રાહદારી એ છુટ્ટા પાડવાની કોશિશ કરી હતી. તે છતાં આંખલા યુદ્ધ લામ્મા સમય સુધી ચાલીઓ હતો.
સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ વ્યાપક પ્રમાણમાં વધી રહ્યો છે. જેને લઈને ઘણી જગ્યાએ મૃત્યુઆંક પણ નોંધાયો છે. છોટાઉદેપુર જિલ્લામાં રખડતા ઢોરોનો ત્રાસની સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઇ છે. ભૂતકાળમાં પણ અનેક જગ્યાઓ ઉપર રખડતા ઢોરોના કારણે અકસ્માતના બનાવો પણ બન્યા છે. ત્યારે સદંતર વાહન અવર જવર કરતા આ અલીપુરા જેવા વિસ્તારમાં ભર ટ્રાફિક વચ્ચે વારંવાર આખલા યુદ્ધ જામ્યું હતું. જેમાં બે આખલાઓ રસ્તાની વચ્ચોવચ યુદ્ધે ચડ્યા હતા.
જેને લઈને સ્થાનિકો પણ આ રખડતા ઢોરોની સમસ્યાનો અંત આવે તેવી આશા રાખી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here