નસવાડી નગરના અમુક વિસ્તારોમા ઠેર ઠેર ગંદકીથી લોકો હેરાન પરેશાન…

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ના વહીવટદાર અને તલાટી ને ગંદકી દુર કરવામા કોઈ રસ જ નથી તેવી ગ્રામજનોમાં ચર્ચાનો વિષય

વારંવાર મૌખિક રજૂઆતો કરી પણ પત્થર પર પાણી જેવી સ્થિતિ

મૌખિક રજૂઆતો કરવા જઇએ ત્યારે થઈ જશે કરાવી દઈશું જેવા જવાબો આપી પરત મોકલી આપે છે તેવી લોક ચર્ચા એ જોર પકડ્યુ છે

નસવાડી નગરમાં ક્યારે ઉભરાતી ગટરોની કામગીરી થશે? ક્યારે ગટરો નુ રોડ પર વહેતુ પાણી બંધ થશે?તેવી ચર્ચાઓ નસવાડી ના નગરજનો કરી રહ્યા છે”

નસવાડી ટાઉન વિસ્તારમાં અનેક વિસ્તારોમાં ગટરોના પાણી હોય કે સાફ સફાઈ ની વાત જ્યાં જોવો ત્યાં ગંદકી જ જોવા મળે ગટરોના પાણીના નિકાલ ના હોવાથી જેના ગંદા પાણી રસ્તાઓ પર ફેલાય જેથી વિસ્તારમાં અનેક બિમારીઓ ફેલાય
નસવાડી ગ્રામ પંચાયત માં ગ્રામ સભા દરમ્યાન સફાઈના પ્રશ્નો વિશે રજુઆત ગામલોકો દ્વારા કરવામાં આવે છે પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરાતી નસવાડી વિસ્તારમાં સફાઈના નામ પર લાખો રૂપિયાનો સફાઈ વેરો લેવાતો હોય ત્યારે વિસ્તારની સમસ્યા ને ધ્યાનમાં કેમ નહિ
કેટલાક વિસ્તારોમાં ઉભરાતી ગટરોની સમસ્યા છે જેના ગટરોના ગંદા પાણી ઘરોમાં પ્રસરતા હોય છે
લોકો ને રોજીંદા કચરો ક્યાં નાખવો એ પણ સમસ્યા છે ગ્રામ પંચાયતમાં કચરા માટે બે ટાટા ace વાહન ફાળવવામાં આવેલા છે જે પંચાયત મનફાવે ત્યારે કચરો લેવા માટે આવે છે અને કેટલાક સફાઇ કામદારો રોજે રોજ સફાઇ કરવા કેટલાક વિસ્તારોમા આવતા નથી અને આવેછે તો કચરો જેમ તેમ સાફ કરી દુકાનોની આગળ સળગાવી દેવામા આવેછે અને આ કચરો સળગાવવા થી ધુમાડા નુ પ્રદુષણ વધે છે અને દુકાનદારો જ્યારે કહે છે કે કચરો ભરીને ફેંકી દો તો સાંભળતા જ નથી અને મન ફાવે તેવુ કરી જતા રહે છે કરણ?નસવાડી ગ્રામપંચાયત વહીવટદાર ના વહીવટ થી ચાલે છે માટે ગામમા આવી તકલીફો પડેછે તેમ લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે અને સોસાયટીઓમાં રહેતા લોકોને કચરા ફેકવા માટે ઘણી તકલીફો પડતી હોય છે
ચોમાસા દરમિયાન વિસ્તારોમાં ગંદકીના કારણે પાણી કીચડ માં મચ્છરો ઉદભવે ત્યારે ગ્રામ પંચાયત તરફથી ડી ડી ટી પાવડર છટકાવ કરવાની કામગીરી પણ નથી કરાતી
દર વર્ષે લાખો રૂપિયાની ગ્રામ પંચાયત માં ગ્રાન્ટ આવતી હોય જેનો વપરાશ અનેક વિકાસ ના કામોમાં કરાતો હોય ત્યારે વિસ્તાર ની સમસ્યા માં ગ્રામ પંચાયત ની આળસ હોય એવુ લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here