નસવાડી તાલુકાની 12 મોધલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમા કોંગ્રેસનો વિજય….

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

પરંપરાગત બેઠક કોંગ્રેસે જાળવી રાખી

નસવાડી તાલુકાની મોધલા બેઠક પર આજે કોંગ્રેસનો વિજય થયો છે અને કોંગ્રેસની મોધલા સીટ યથાવત રહી છે અને જેમાં કોંગ્રેસ ને 1793 અને ભાજપ ને 1644 મત મળ્યા છે અને લગ ભગ 150 મતે કોંગ્રેસ નો વિજય થયો છે જેમાં કોંગ્રેસ પોતાનો ઘઢ જાળવી રાખવા માં સફળ થઈ છે.
કોંગ્રેસના જીતેલા ઉમેદવાર વીપીન ચન્દ્ર પરમાર ના જણાવ્યા મુજબ ભાજપની આખી ને આખી ટીમો મોધલા બેઠક જે કોંગ્રેસની છે એને હરાવવા માટે સંસદ સભ્ય થી માંડી ને ધારાસભ્ય સુધી આ એક તાલુકાની બેઠક ને કોંગ્રેસને હરાવવા માટે ભાજપ લોબી ઉતરી ગઈ હતી પરંતુ કોંગ્રેસ ના જે અમારા માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ એ પ્રચાર માટે બહાર પણ નીકળ્યા નથી અને કોંગ્રેસ ની ટીમ ને આશીર્વાદ આપી મહેનત કરવાનું જણાવી પ્રચાર કરવા મોકલ્યા હતા અને ભાજપે ગુજરાતની આખી ટીમો જેમાં સંસદસભ્ય થી લઈ મંત્રીઓ સુધી આ મોધલા બેઠક પર ઉતારવામાં આવ્યા હતા છતાં પણ એમ કહેવાય કે સારા કામોની જીત થઈ છે એમ કોંગ્રેસના જીતેલા ઉમેદવારે જણાવ્યું હતું.
તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયેંદ્રસિંહ સોલંકી એ જણાવ્યું કે ગુજરાત સરકારે 12 મોધલા બેઠકને જીતાડવા માટે મંત્રીઓ થી લઈ ધારાસભ્ય સુધી મેદાને ઉતાર્યા હતા છતા પણ માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ ના આશીર્વાદ થી કોંગ્રેસ જીતી છે અને ધીરુભાઈ ભીલ ને આભારી છે અને એમને કોંગ્રેસ ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસ જીત્યા બાદ નસવાડી ગામમાં થી ડી જે સાથે જીતેલા ઉમેદવાર સહિત કોંગ્રેસ ના કાર્યકરોએ નાચતા કૂદતા ખુશી ખુશી વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને કાર્યકરો સાથે વાત કરતા તેમને જીતની ખુશી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here