નસવાડી ટાઉનમાં ઉત્તરાયણના દિવસે ખમણ જલેબી ઊંધિયું લોકો હજારો રૂપિયાનું આરોગી ગયા

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ગામ ની તમામ હોટલોમાં સવાર થીજ જામી ભીડ સોસીયલ ડિસ્ટન્ટના ઉડયા ધજાગરા

સરરકારની ગાઈડ લાઈન નું પાલન કરવા પોલીસે કરી જાહેરાત

નસવાડી નગરમાં ઉતરાણ ના દિવસે લોકો ઊંધીયા જલેબી ખમણ લેવા માટે ઉમટ્યા જેમાં હજારો રૂપિયાના ખમણ જલેબી અને ઊંધિયું સવાર સવાર માજ આરોગી ગયા હાલ કોરોના કાળ ચાલી રહ્યું છે પણ લોકોને કઈ પડેલી જ નથી જ્યાં જુઓ ત્યાં પબ્લિક મહેર જોવા મળી રહી છે ઠીક છે તહેવાર છે માનવવો જોઈએ પરંતુ સાથે સાથે કાળજી રાખવાની જરૂર પણ છે પણ પ્રજા સમજવા માટે તૈયાર નથી હાલ નસવાડી ખાતે કોરોનાનો પહેલો કેસ આવ્યો છે અને સાવચેતી રાખવી જરૂરી છે પણ તંત્રએ પણ ઉતરાણ ના દિવસે સવાર થીજ પોલીસ વેન માં એલાઉન્સ કરવામાં આવ્યું હતું કે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્ટ નું પાલન કરો અને સરકારની ગાઈડ લાઈન નું પાલન કરો અને પી એસ આઇ સી ડી પટેલ જાતે વ્યવસ્થા જાળવતા હતા પણ લોકોને સમજાવવામાં આવેછે પણ પથ્થર પર પાણી જેવી પરિસ્થિતિ નસવાડી ખાતે જોવા મળી છે પણ હાલ તહેવાર છે એટલે લોકોને સમજાતુ નથી અને હોટલો વાળા પણ કાળજી રાખતા નથી તહેવાર છે લોકો આવે પણ સોસીયલ ડિસ્ટન્ટ જળવાતું નથી વેપાર કરવો જરૂરી છે પણ સાથે કાળજી લેવી પણ જરૂરી છે આવને આવું રહ્યું તો કોરોના ને આમંત્રણ આપ્યું હોય એમ મનાય પણ જે હોય તે લોકો સમજે કે ના સમજે પણ ચેતતો નર સદા સુખી એ કહેવત ને માન આપવાની જરૂર દેખાય રહી છે કોરોનાની પહેલી લહેર ત્યાર બાદ બીજી લહેર માં કેટલી તકલીફ પડી છે તે દરેક ને ખબર છે અને હવે ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે અને બીજી લહેરમાં લોકો ઓક્સિજન પણ મળ્યું ન હતું અને લોકો કોરોના ને કારણે મૃત્યુ આંક પણ વધુ હતો તો આ ત્રીજી લહેર માં સાવચેતી રાખવા ની જરૂર જણાય રહી છે અને તહેવાર મનાવવાની ના નથી પણ તહેવારમાં કોરોના ઘર ના કરી જાય તે વધારે મહત્વ નું છે તહેવાર માનવો આનંદ કરો ના નથી પણ મારા ભાઈઓ સાવચેતી તો રાખવીજ પડશે ભલે જે હોય તે પણ નસવાડી ખાતે સવાર થીજ હજારો રૂપિયાનું ખમણ જલેબી અને ઊંધિયું આરોગી ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here