નશામુક્ત ભારતના સપના સાથે ભારત યાત્રા કરતો શિવમ છોટા ઉદેપુર પહોચ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સાયકલ સવારી કરી સમગ્ર ભારત ફરવાના ધ્યેય સાથે યુવાન શિવમ્ મથુરા થી નિકળી ભારત ભ્રમણ કરતો કરતો પાવાગઢ મહાકાળી માં ના દર્શન કરી આજે છોટા ઉદેપુર નગર માં આવી પહોંચ્યો હતો. બાર જ્યોતિર્લિંગ, ચાર ધામ ના દર્શન કરવાની નેમ સાથે સાયકલ પર જ સમગ્ર ભારત ફરશે તેમ જણાવ્યુ હતું. સમગ્ર ભારત નશામુકત બંને અને માં બહેનો પર થતાં અમાનુષી અત્યાચાર બંધ થાય તે માટે આ યુવાન નગર નગર માં ફરી યુવાનો ને સંદેશો આપે છે. આજરોજ છોટા ઉદેપુર નગર માં પોલીસ અધીક્ષક ની કચેરી ખાતે નાયબ પોલિસ અધિક્ષક સૂર્યવંશી, નાયબ પોલિસ અધિક્ષક રાઠોડ ની મુલાકાત કરી હતી. અને પોતાના ધ્યેય તરફ આગળ વધ્યો હતો. વાત કરતા તેણે જણાવ્યુ હતુ કે આજનો યુવાન નાની સરખી વાત થી ડિપ્રેશન માં આવી જાય છે. અને ના કરવાનું કરી બેસતાં હોય છે. દરેક યુવાનો એ શિવમ્ થી પ્રેરણા લેવી જોઈએ અને મુસીબતો થી ડર્યા વિના લક્ષ્ય પ્રાપ્તિ માટે ઝઝૂમવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here