નર્મદા : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વિંધાચલ અને સાતપુડા પર્વતને જોડતો રોપ વે બનાવાના ચક્રો ગતિમાન

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

રોપ વે થી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા ડેમ નિહાળી શકાશે

SSNNL દ્વારા PPP મોડેલ આધારિત રોપ વે પ્રોજેકટ પર અંદાજીત રૂપિયા 62 કરોડનો ખર્ચ

વિશ્વની સહુથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને વધુ આકર્ષિત કરવા, તેમની સગવડોમા વધારો કરવા સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા રોપ વે બનાવવાની દિશામા ટેનડરીગ પ્રક્રિયા હાથ ધરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

સરદાર સરોવર નર્મદા નિગમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોપ વે બનાવવાની પ્રક્રિયા પ્રારંભી દીધી છે રુપિયા 62 કરોડની કિંમતનો ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે, જેમા પેસેન્જર રોપ વે સર્વિસ એટ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઇટ રુપિયા 62 કરોડના ખર્ચે બનાવવામા આવસે.

વિઘાચલ અને સાતપુડાના પર્વતો ને રોપવે દ્વારા જોડાસે, પ્રવાસીઓ તેમા બેસીને સરદાર સરોવર નર્મદા ડેમ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ફલાવર ઓફ વેલી સહિત ના તમામ સ્થળો નિહાળી શકસે.

PPP ધોરણે આ પ્રોજેકટ અમલી બનસે જેમાં જે કંપનીનુ ટેન્ડર લાગસે તેણે 24 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની રહેશે તેમજ આ પ્રોજેકટ ની નિભાવણી સહિતની સરવિસ કંપની એજ પુરી કરવાની રહેશે, આમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધુ એક આકર્ષણનુ કેન્દ્ર આગામી સમયમાં સાકાર થવા જઇ રહયું છે, જેનાથી નર્મદા જિલ્લામા પ્રવાસનને વધુ વેગ મળવાની આશાઓ સેવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here