રાજપીપળામા દશ દિવસના વિરામ બાદ પુનઃ વરસાદ વરસ્યો

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ગતરોજ સાગબારા તાલુકામા દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો

શ્રાધ્ધ પક્ષ ચાલતો હોય અસહ્ય ગરમી ઉકાળાટ અનુભવતાં નગર જનોએ વાતાવરણમાં ઠંડક પ્રસરતાં ગરમીથી રાહત અનુભવી

નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા સહિત સમગ્ર જીલ્લામા છેલ્લા દશેક દિવસથી વરસાદે વિરામ લેતા ખેડુતો ખેતરમાં ઉગેલા દાસ કચરો સાફ કરવામા લાગ્યા હતા, તો અચાનક વરસાદ બંધ થતા વાતાવરણમાં પારાવાર ગરમી પ્રસરી હતી લોકો ગરમીથી કંટાળ્યા હતા.

ત્યારે રાજપીપળા પંથકમાં આજરોજ સાજે સાડાપાંચ વાગ્યેના સુમારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા લોકોએ ગરમીમા રાહત મળ્યાનો અનુભવ કર્યો હતો. જોકે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય અસહ્ય ગરમી ઉકાળાટ અનુભવતાં નગરજનો વરસાદ પડતા આનંદિત થયા હતા.
જીલ્લાના સાગબારા તાલુકામા ગતરોજ 38 મી.મી જેટલો વરસાદ વરસ્યો હતો જોકે જીલ્લાના અન્ય કોઈ પણ વિસ્તારમાં ગતરોજ વરસાદ વરસ્યો નહોતો.

સમગ્ર ચોમાસાની સીઝનની વાત કરીએ તો નર્મદા જિલ્લામા સહુથી વધુ વરસાદ 1748 મી.નર્મદા જિલ્લા મી.મી. દેડિયાપાડા તાલુકામા, સાગબારા તાલુકામા 1301 મી મી , નાંદોદ તાલુકામા 839 મી. મી. તિલકવાડામા 835 મી.મી. અને ગરુડેશ્વર તાલુકામા સહુથી ઓછો 684 મી. મી. વરસાદ થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here