લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા જેતપુરપાવી પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લાં પાંચ વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો

પાવીજેતપુર,(છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-

શ્રી એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે એચ.એચ.રાઉલજી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે જેતપુરપાવી પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં. ૦૧/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫ એ ઇ, ૬૬ (૧) બી, ૮૧ મુજબના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી છોટાઉદેપુર ટાઉનમાં આવેલ છે જેથી એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા બાતમી મુજબના ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. જે સંબંધે જેતપુરપાવી પો.સ્ટે. ખાતે પણ જાણ કરવામાં આવેલ છે.
 પકડાયેલ ઇસમ ઃ-
(૧) નારણભાઇ દેસીંગભાઇ રાઠવા મૂળ રહે.સનાડા હાલ રહે.ઘોઘાદેવ હોળી ફળીયું.તા.જી.છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here