નર્મદા : રાજપીપળા S T ડેપોમાં કોરોનાના ભય વચ્ચે મુસાફરોની પાંખી હાજરી

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

S T ડેપોમા આવતા તમામ મુસાફરોનુ થર્મલ સ્કેનિંગ અને સેનેટાઇઝરની સાવચેતીના પગલાં રૂપે વ્યવસ્થા

રાજપીપળા ડેપો દ્વારા સંચાલિત 52 શિડયુલો પૈકી માત્ર 23 શિડયુલનુ જ સંચાલન

ડેપો ખાતે કંડકટરોની ભારે અછત

નર્મદા જિલ્લામા એકમાત્ર રાજપીપળા ખાતે જ S T ડેપો આવેલ છે ત્યારે આ ડેપો ખાતેથી નર્મદા જિલ્લ ના વિવિધ વિસ્તારો સહિત અન્ય વિસ્તારોમા એસ. ટી. બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે. જોકે હાલ કોરોનાની મહામારીનો ભય ફેલાયો હોય ત્યારે જુજ મુસાફરો જ બસોમા મુસાફરી કરતા હોવાનું જોવા મળ્યુ છે.

રાજપીપળા એસ. ટી. ડેપો દ્વારા સંચાલિત કુલ 52 શિડયુલ પૈકી હાલ તબક્કાવાર 23 શિડયુલ શરું કરવામાં આવ્યા છે. સહુ પ્રથમ દેડિયાપાડા અને કેવડીયા કોલોની તરફ બસો દોડાવાઇ હતી ત્યાર બાદ અંકલેશ્વર ,ભરુચ, વડોદરા , ધરમપુર તરફ પણ એસ. ટી. બસો દોડાવાઇ રહી છે.

જોકે મુસાફરો ખુબજ ઓછા પ્રમાણમાં મુસાફરી કરતા હોવાનું જાણવા મળ્યું છે .પરંતુ જે મુસાફરો એસ ટી ડેપો ખાતે આવે છે તેમના થર્મલ સ્કેનિંગ કરવામાં આવે છે, તેમજ દરેક મુસાફરના હાથ સેનેટાઇઝડ કરવામાં આવે છે. હાલ એસ.ટી.ડેપો ખાતે ફરજ બજાવતા કંડકટરોની સંખ્યા ડ્રાઇવરોના પ્રમાણમા ઓછી હોય ને થોડા રૂટોનુ સંચાલન કરાઇ રહયું છે સ્ટાફની ઘટ પુરાતા અન્ય રૂટોનુ સંચાલન શરું કરવામાં આવશેનુ ટ્રાફિક ઇનચાર્જ ઇંદુ ભાઈએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here