નર્મદા : રાજપીપળા ખાતે નાંદોદ તાલુકાના HIV પીડિતોને અનાજ કીટનું વિતરણ કરાયુ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ગાયત્રી પરિવાર રાજપીપળાના ભરતભાઇ વ્યાસ, સાંઈ માનવ સેવા ગ્રુપ નર્મદાના જનકભાઈ મોદી,માજી પ્રિન્સિપાલ એન.બી માહિડા અને પત્રકાર ભરત શાહના હસ્તે એચઆઇવી ગ્રસ્તોને કીટનુ વિતરણ

હાલ કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે નર્મદા જિલ્લા જેવા આદિવાસી પછાત જિલ્લામાં લોકોની હાલત ખરાબ હોય જેમાં મધ્યમ,ગરીબ પરિવારો મોટી મુશ્કેલીમાં મુકાયા છે તેવા સમયે ઘરમાં અનાજ સહિત જીવન જરૂરી વસ્તુઓ ક્યાંથી લાવવી એ ગંભીર પ્રશ્ન ઉભો થતો હોઈ ગાયત્રી પરિવાર રાજપીપળાના પ્રમુખ ટ્રસ્ટી ભરતભાઇ વ્યાસ તથા સાંઈ માનવ સેવા ગ્રુપ,નર્મદાના પ્રમુખ જનકભાઈ મોદી દ્વારા ઘણા સમયથી આવા જરૂરીયાતમંદો ને અનાજની કીટ આપી સેવાકાર્ય કરાઈ રહ્યું છે જેમાં આ સંસ્થાઓ એ પત્રકાર ભરત શાહની રજુઆત બાદ નર્મદા જિલ્લાના HIV પીડિતોને પણ કીટ આપવા તૈયારી દાખવી હતી અને રવિવારે નાંદોદ તાલુકાના HIV પીડિતોને સૌ પ્રથમ કીટ આપવાનું નક્કી કરી સુરત જીએસએનપી પ્લસ સંસ્થાના નર્મદાના ORW ગીતા બેન પટેલની મદદ વડે તમામનો સંપર્ક કરી ગાયત્રી મંદિર ખાતે અનાજ કીટનું વિતરણ કર્યું હતું. આ કીટ વિતરણ ગાયત્રી પરિવાર, સાંઈ માનવ સેવા ગ્રુપ તથા માજી પ્રિન્સિપાલ એન.બી. મહિડા સાહેબના સહયોગથી આપવામાં આવી હતી. આવનારા દિવસોમાં નર્મદાના બાકી તમામ તાલુકા કક્ષાના HIV પીડિતોને પણ આ સંસ્થા દ્વારા કીટ આપવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here