છોટા કાશીમાં કોમી એકતાનો સમંદર છલકાયો બ્રાહ્મણ પરિવારે પૂરા મહિનાના રોજા રાખ્યા…

જામનગર.,
અકબર દિવાન

પૂજા પાઠની વિધિ કરતા બ્રાહ્મણ પરિવારે પવિત્ર રમજાન માસના પુરા ત્રીસ રોજા રાખી અનેકતામાં એકતાની મહેંક મહેકાવી…

પરેશભાઈ ત્રિવેદી ઉંમર વર્ષ 45 તેમજ અલ્પાબેન ત્રિવેદી ઉમર વર્ષ ૨૦ આ બંને પિતા પુત્રીએ રમઝાન મહિનાના પૂરેપૂરા 30 રોજા રાખ્યા

હાલ સમસ્ત વિશ્વ સહીત ભારતદેશ પણ કોરોના નામક વાયરસના કહેરથી હેરાન પરેશાન થઇ રહ્યું છે, ઉગતા-આથમતા સુરજની સાથે આજે દેશમાં કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. તેમજ કોરોનાના પ્રકોપને અટકાવવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે હજુ પણ લોકોના કામ-ધંધા ખોરવાઈ પડ્યા હોય એવી બુમો સંભળાઈ રહી છે. આવા કપરા સમયમાં દેશની અનેક સામાજિક સંસ્થાઓ તેમજ માનવતા પ્રિય લોકો ગરીબ તેમજ મધ્યમ પરિવારોને મદદરૂપ થવા આગળ આવ્યા છે. જ્યારે અમુક વિકૃત માનસિકતા ધરાવતા લોકો કોરોના નામક કહેરને પણ કોમવાદી સ્વરૂપ આપવા બધી જ હદો પાર કરી છેલ્લી કક્ષાની મથામણ કરી રહ્યા છે. તેમછતાં અનેકતામાં એકતાની સંસ્કૃતિએ સિંચાયેલી આપણા દેશની આબોહવા એવા ગટરના કીડાઓને જરૂર મુજબ લપડાક મારતી રહે છે. આવો જ એક બનાવ ગુજરાતનું કાશી કહેવાતા જામનગરમાં સામે આવતા અસામાજિક શૈતાનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ છોટી કાશી તરીકે ઓળખાતું જામનગર શહેર આમ તો કોમી એકતા માટે પ્રખ્યાત છે શહેરમાં બધા તહેવારો કોમી એકતાથી શાનભેર ઉજવાય છે ત્યારે હાલ ઇસ્લામ ધર્મનો અતિ પવિત્ર રમજાન માસ પૂર્ણ થયો છે મુસ્લિમ સમાજ દ્વારા આ પવિત્ર માસમાં રોજા રાખી અલ્લાહની બંદગી કરી પુણ્યના હકદાર બન્યા છે પણ મહત્ત્વની વાત એ છે જામનગરમાં રહેતા અને પૂજા પાઠની વિધિ કરતા બ્રાહ્મણ પરિવારે પવિત્ર રમજાન માસના પુરા ત્રીસ રોજા રાખી કોમી એકતા સાબિત કરી બતાવી છે જામનગરના પ્રણામી સોસાયટીમાં રહેતા પરેશભાઈ ત્રિવેદી ઉંમર વર્ષ 45 તેમજ અલ્પાબેન ત્રિવેદી ઉમર વર્ષ ૨૦ આ બંને પિતા પુત્રીએ રમઝાન મહિનાના પૂરેપૂરા 30 રોજા રાખ્યા તે વાત મીરાદાતારના ખાદીમ અલ્તાફ બાપુને જાણવામાં આવતા દરગાહ શરીફ પાસે બંને પિતા પુત્રીનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું અલ્તાફ બાપુ દ્વારા પરેશભાઈ ત્રિવેદીને ફૂલહારથી વધાવવામાં આવ્યા હતા તેમજ મહેજબીન મકરાણી દ્વારા અલ્પાબેન ત્રિવેદીને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here