નર્મદા જીલ્લામા પૂર્વ મંજૂરી વગર પ્રદર્શન,ધરણાં, ઉપવાસ, રેલી ઉપર પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

તા.૨૦ જૂન મીથી ૦૪ મી જુલાઇ, ૨૦૨૩ સુધી આ જાહેરનામાની અમલવારી કરવાની રહેશે

નર્મદા જિલ્લામાં નાગરિકો/સંસ્થાઓ જિલ્લા કલેક્ટર કચેરી તેમજ જિલ્લા/તાલુકાની અન્ય કચેરીઓ ખાતે પોતાની વિવિધ માંગણી/રજુઆતો માટે સમૂહમાં આવતા હોય છે. આ પ્રકા૨ની ૨જુઆતો દરમ્યાન સંબંધિત કાર્ય૨ત કચેરીઓ ખાતે અધિકારીઓ/કર્મચારીઓ તેમજ કચેરી ખાતે કામ અર્થે આવેલ નાગરિકોના વિવિધ કાર્યો તેમજ તેઓની શાંતિ અને સલામત જળવાઇ રહે, સૌહાર્દપૂર્ણ માહોલ બની રહે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.એ.ગાંધીએ તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધકરી કેટલાંક પ્રતિબંધો ફરમાવ્યા છે.

આ જાહેરનામામાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી વગર કોઇપણ પ્રકારના પ્રદર્શન, ધરણાં, ઉપવાસ, રેલી કરવા. કોઇપણ પ્રકા૨ના માઇક સિસ્ટમ/ ડી.જે.નો ઉપયોગ ઉક્ત કચેરીઓ ખાતે કરવા. ઉક્ત કચેરીઓ ખાતે રોજીંદી કામગીરીમાં અધિકારીઓ /કર્મચારીઓ/ અરજદારો/ કચેરીના મુલાકાતીઓ વગેરેને અસુવિધા ઉત્પન્ન ક૨વા. આ કચેરીઓ ખાતે શાંતિ- સલામતિ અને સંવાદિતા જોખમાય તેવા સુત્રોચ્ચા૨ ક૨વા સહિતના કાર્યો પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

અત્રે નોંધનીય છે કે, આ હુકમમાંથી સરકારશ્રીના વિભાગો/કચેરીઓ દ્વારા આયોજિત ક૨વામાં આવના૨ કાર્યક્રમો/રેલીને મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામું તા. ૨૦/૦૬/૨૦૨૩ થી તા.૦૪/૦૭/૨૦૨૩ (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ ક૨ના૨ વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ – ૧૩૫ તથા ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક થી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here