રાજપીપળા કાળિયાભૂત ચાર રસ્તાથી જુની સિવિલ હોસ્પિટલ તરફ જતા માર્ગ પરના વાહનો માટે રૂટ ડાયવર્ઝન કરાયું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કોલેજ રોડ ઉપર આવેલા કારમાઈકલ બ્રીજનું રીનોવેશનનું કામ હાથ ધરવાનું હોવાથી રૂટ ડાયવર્ઝન તા.૧૯મી જૂનથી ૬ સપ્ટેમ્બર સુધી : અધિક જિલ્લા મેજિ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ

રાજપીપળા નગરપાલિકા વિસ્તારના કાળિયાભૂત ચાર રસ્તાથી જુની સિવિલ હોસ્પિટલ તરફના કોલેજ રોડ ઉપર આવેલા કારમાઈકલ બ્રીજનું રીનોવેશનનું કામ હાથ ધરવાનું હોવાથી આ રસ્તા ઉપરનો ટ્રાફિક બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સી.એ.ગાંધીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી આ માર્ગ ઉપરથી પસાર થતા વાહનો માટે વૈકલ્પિક રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ જાહેરનામાની અમલવારી તા.૧૯મી જૂનથી ૬ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી કરવાની રહેશે.
જાહેરનામા અંતર્ગતદર્શાવેલા ટ્રાફિક ડાયવર્ઝનમાં બોડેલી, કેવડીયા, દેડીયાપાડા, નેત્રંગ તરફથી આવતા અને એસ.ટી. ડેપો, મામલતદાર કચેરી, જુની કોર્ટ તરફ જતાં નાના વાહનો (ફોર વ્હીલર, ટુ વ્હીલર, રીક્ષા, ટેમ્પો) કાળીયાભૂત ચાર રસ્તાથી ગાંધી ચોક થઈ સંતોષ ચાર રસ્તાથી સફેદ ટાવર થઈ શહેરમાં દાખલ થશે. બોડેલી, કેવડીયા, દેડીયાપાડા, નેત્રંગ તરફથી આવતા અને એસ.ટી. ડેપો, મામલતદાર કચેરી, જુની કોર્ટ તરફ જતાં મોટા વાહનો (બસ, ટ્રક, કન્ટેનર) કાળીયાભૂત ચાર રસ્તાથી ગાંધી ચોક થઈ સંતોષ ચાર રસ્તાથી હરસિધ્ધિ માતાના મંદિરથી માછીવાડ ગેટ પરીખ પેટ્રોલ પંપ થઈ શહેરમાં દાખલ થશે. એસ.ટી. ડેપો, મામલતદાર કચેરી, જુની કોર્ટ તરફથી બોડેલી, કેવડીયા, દેડીયાપાડા, નેત્રંગ તરફ જતાં નાના વાહનો (ફોર વ્હીલર, ટુ વ્હીલર, રીક્ષા, ટેમ્પો) જુની સીવીલ હોસ્પિટલથી નિઝામશાહ દરગાહ થઈ શર્મા કોમ્પલેક્ષ થઈ સંતોષ ચાર રસ્તાથી શહેરની બહાર જશે. એસ.ટી. ડેપો, મામલતદાર કચેરી, જુની કોર્ટ તરફથી બોડેલી, કેવડીયા, દેડીયાપાડા, નેત્રંગ તરફ જતાં મોટા વાહનો (બસ, ટ્રક, કન્ટેનર) કોર્ટ ત્રણ રસ્તા થઈ સફેદ ટાવરથી સંતોષ ચાર રસ્તાથી શહેરની બહાર જઈ શકશે.
અત્રે નોંધનીય છે કે, કાળીયાભૂત ચાર રસ્તાથી કારમાઈકલ બ્રીજ સુધીના રસ્તા પર આવેલી એમ.આર.આર્ટસ અને કોમર્સ કોલેજ, વાત્સલ્ય વિદ્યાલય તથા સોસાયટીના વિદ્યાર્થીઓ/રહીશોના વાહનોને સદરહુ રસ્તા પર અવરજવરની છૂટ રહેશે. તેવી જ રીતે જુની કોર્ટ તરફથી કારમાઈકલ બ્રીજ સુધીના રસ્તા પર આવેલી જુની સીવીલ હોસ્પિટલ જતા વાહનો તથા સોસાયટીના રહીશોના વાહનોને આ રસ્તા પર અવરજવરની છૂટ રહેશે. પરંતુ કારમાઈકલ બ્રીજ પરથી અવરજવર કરી શકાશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here