નર્મદા જીલ્લાની આશ્રમ શાળાઓના પ્રવાસી શિક્ષકોને અચાનકજ ફરજ માંથી છુટ્ટા કરવાના આદેશ જારી કરાતા નર્મદા કલેકટરને આવેદનપત્ર

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

છેલ્લાં 6 વર્ષથી ફરજ બજાવતા શિક્ષકોને અચાનક કેમ છુટ્ટા કરાયાનો પ્રશ્ર્ન ??

કેટલાક શિક્ષકોને બબ્બે વર્ષ થી પગારના નાણાં જ ના ચૂકવાતા પગાર ત્વરિત ચુકવાયની આવેદનપત્ર માં માંગ

નર્મદા જીલ્લા માં ગાંઘીનગર શિક્ષણ વિભાગ ના નિયુક્તિ પત્ર સાથે પ્રવાસી શિક્ષકો તરીકે છેલ્લાં છ છ વર્ષ થી ફરજ બજાવતા શિક્ષકો ને અચાનક જ દીવાળી ટાનેજ છુટ્ટા કરી દેવાતા આ શિક્ષકો ની દીવાળી બગડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રવાસી શિક્ષક જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યો હતો તેમાં જણાવ્યું હતું કે અમે 2016 માં ગાંધીનગરથી સરકાર ના પરિપત્ર અનુસાર નર્મદા જીલ્લા ની આશ્રમશાળાઓમાં અમે છેલ્લા 6 વર્ષથી શિક્ષણકાર્યની સાથે ગ્રુહપતિ તરીકે પણ સેવા આપેલ હોય ચાલુ વર્ષે પણ અમે 14 જુલાઈના રોજ ગાંધીનગરથી સરકારના આદેશ અનુસાર રિન્યુ કરેલ હોય અને અમોએ આજ દિન સુધી હજુ હાલમાં પણ સેવા આપી રહ્યા હોય તેમ છતાં પણ અમોને આશ્રમ શાળા અધિકારી દ્વારા નવું પરિપત્ર બહાર પાડી અમને છૂટા કરેલ હોય અમને ગત વર્ષ 2021/22 માં સરકારના પરિપત્ર અનુસાર પણ ભરતી કરેલ હોય અને આજ દિન સુધી અમને પગારથી બિલકુલ વંચિત રાખેલ હોય જેથી આપ સાહેબને ખાસ જણાવવાનું કે અમોને ગત વર્ષ 2021- 22 નો પગાર તાત્કાલિક ચુકવવામાં અને અમોને 14 જુલાઈના પરિપત્ર મુજબ નોકરી પર રાખવામાં આવે ની માંગણી કરવામાં આવી છે.
નર્મદા જીલ્લા માં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકો એ જિલ્લા કલેકટરને આદાન પત્ર પાઠવી પોતાની રજૂઆત કરી છે. હવે જોવું રહ્યું કે આ મામલે તંત્ર શું કાર્યવાહિ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here