નર્મદા જીલ્લાના મોસીટથી સોરાપાડા જવાના માર્ગે ખેતરની માટી ફરી વળતા રસ્તાની હાલત બિસ્માર

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

વાહન ચાલકોના વાહન કાદવ કીચડમા ફસાતા અવરજવર માટે વાહન ચાલકોને ભારે હાલાકી

નર્મદા જિલ્લામા ભારે વરસાદ પડતા તેમજ નર્મદા ડેમ સહિત કરજણ ડેમના પાણી ઉપરાંત જંગલ વિસ્તારમાં આવેલી નદી ઓમા પણ ઘોડાપુર આવતા ભારે તારાજી સર્જાઇ છે. ખેતીના પાકને નુકશાન, રસ્તાઓનુ ધોવાણ , પુલોને ભારે નુકસાન નાળા ધરાશાયી થયા હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે જીલ્લાના દેડિયાપાડા તાલુકાના મોસીટથી સોરાપાડા તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર કાદવ કીચડ થતા માર્ગને ભારે નુકસાન થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકાના મોસીટ થી સોરાપાડા તરફ જવાનો મુખ્ય માર્ગ જીલ્લા પંચાયત દ્વારા ડામરનો બનાવેલ છે આ માર્ગ ઉપર સમગ્ર દેડિયાપાડા વિસ્તારમાં ભારે વરસાદ પડતા નદીઓ ખાળીઓ ગાંડીતુર બની હતી જેથી ખેતરમાં પણ પાણી ભરાયા હતા, ખેતરોમા પાણી ભરાતા અનેક દિવસો સુધી પાણી ન ઓસરતાં ખેતરની કાંપ વાળી માટી મોસીટથી સોરાપાડા તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર ફરી વળી હતી.

ખેતરની માટી રોડ ઉપર ફેલાતા કાદવ કીચડ થતા માર્ગ ઉપર અવરજવર કરવામાં આ ગામના લોકો હાલ અનેક મુશ્કેલીઓ વેઠી રહયા છે. ગામના ફોર વ્હીલ સહિત મોટર સાઈકલ જેવા વાહનો કાદવ કીચડ થતા માર્ગ માજ ફસાઇ જતા લોકો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
આ બાબતે પંચાયત માર્ગ મકાન દેડિયાપાડા કચેરીમા ગ્રામજનો એ રજુઆત કરી હોવાનું પણ જાણવા મળેલ છે.આ બાબતે જેસીબી મોકલી મુખ્ય માર્ગ ઉપર થી કાદવ કીચડ હટાવવાની સાંત્વના અપાઈ છે.અને આવતી કાલે કામગીરી હાથ ધરાશે નુ પણ પંચાયત વિભાગ દ્વારા જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here