નર્મદા જિલ્લા પ્રભારી સચિવશ્રી એચ.જે. હૈદરે નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ સંદર્ભે જિલ્લા પ્રશાસન સાથે યોજી સમીક્ષા બેઠક

રાજપીપળા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

કોરોના વાયરસ સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા કેન્દ્ર-રાજ્ય સરકારની સૂચનાઓ-માર્ગદર્શિકા મુજબ લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે જોવા શ્રી હૈદરની ખાસ હિમાયત

જિલ્લા પ્રશાસનને રચનાત્મક સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડતા પ્રભારી સચિવશ્રી હૈદર

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના મેનેજીંગ ડિરેક્ટરશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી એસ.જે. હૈદરે આજે નર્મદા જિલ્લાની મુલાકાત લઇ જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી. પટેલ, સીવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા સહિત જિલ્લા પ્રશાસન-આરોગ્ય તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે રાજપીપલા કલેક્ટરાલય ખાતે બેઠક યોજીને નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની વૈશ્વિક મહામારી સંદર્ભે પ્રવર્તમાન લોકડાઉનના અમલ તેમજ કોરોના વાયરસના સંક્રમણથી અસરગ્રસ્ત પોઝીટીવ દરદીઓને આઇસોલેશન હેઠળ અપાઇ રહેલી સઘન સારવાર ઉપરાંત હોમ કોરન્ટાઇન અને ગવર્મેન્ટ બેઇઝ ફેસીલીટી હેઠળ રખાયેલા કોરન્ટાઇન વ્યક્તિઓ, માસ સેમ્પલીંગની જિલ્લામાં થયેલી કામગીરી અંગેની ઝીણવટભરી જાણકારી મેળવી વિસ્તૃત સમીક્ષા કરી હતી.

જિલ્લા પ્રભારી સચિવશ્રી હૈદરે ઉક્ત બેઠકને સંબોધતાં જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ સંદર્ભે પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સૂચનાઓ અને માર્ગદર્શિકા મુજબ કોરોના વાયરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા માટે લોકડાઉનનો અમલ કરફ્યુની જેમ ચુસ્ત રીતે કરવા અને પ્રજાજનો તરફથી પણ તેનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્વિત કરવાની જરૂરિયાત પર તેમણે ખાસ ભાર મુક્યો હતો.

“ટીમ નર્મદા” અને આરોગ્ય અમલદારો સહિતના આરોગ્ય સૈનિકોને તેમની આરોગ્યલક્ષી સેવાઓમાં ખૂબ જ સાવધાની પૂર્વક જરૂરી કાળજી અને સાવચેતી રાખવાની પણ તેમણે હિમાયત કરી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ બેઠકમાં ચર્ચા દરમિયાન વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં નોંધાયેલા કોરોના વાયરસના પોઝીટીવ દરદીઓનાં રહેઠાણ વિસ્તારના ગામો-વોર્ડ વગેરેને સીલ કરવામાં આવ્યા છે અને આવા દરદીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મેળવવામાં આવી છે અને તે મુજબ સંબંધિતોના સેમ્પલીંગ લેવાયા છે, જ્યારે જેની ટ્રાવેલીંગ હિસ્ટ્રી નથી તેવા દરદીઓ કઇ રીતે સંક્રમિત થયાં તે અંગેની પણ ઉંડાણપૂર્વકની જાણકારી મેળવવાના પ્રયાસો થઇ રહ્યાં છે. જે સંદર્ભે શ્રી હૈદરે હાલમાં આવા સંક્રમિતના સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા હોય તો પણ જરૂરી લાગે તો પુનઃ સેમ્પલ લઇને તેની ચકાસણી કરવાની સૂચના આપવા સાથે શ્રી હૈદરે જિલ્લા પ્રશાસનને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પણ પુરૂ પાડ્યું હતું.

નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ સામે જિલ્લામાં થઇ રહેલી રક્ષણાત્મક કામગીરી સંદર્ભે જિલ્લા એપેડેમિક ઓફિસરશ્રી ડૉ. આર.એચ. કશ્યપે આ બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવશ્રી હૈદરને જાણકારી આપતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કોરોનાના ૧૧ પોઝીટીવ કેસવાળા દરદીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સહિત તેમના તરફથી અન્ય વ્યક્તિઓ સાથે થયેલાં સંપર્ક અંગેની પણ વિસ્તૃત જાણકારી મેળવીને રોગચાળો અટકાવવા માટેના સઘન પગલાંઓ લેવાઇ રહ્યાં છે. જિલ્લામાં સારવાર હેઠળના દરદીઓના સેમ્પલની ચકાસણી સહિત માસ સેમ્પલીંગની ચકાસણી અન્વયે પ્રાપ્ત થયેલ પોઝીટીવ-નેગેટીવ રિપોર્ટ અને કોરન્ટાઇન વ્યક્તિઓની આંકડાકીય જાણકારીથી પણ શ્રી હૈદરને વાકેફ કરાયા હતા.

જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહે જણાવ્યું હતું કે, જિલ્લામાં લોકડાઉન કરફ્યુ જેવા વાતાવરણનું નિર્માણ કરીને લોકડાઉન ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here