છોટાઉદેપુરના નકામલી ગામે રેલવે ગરનાળાની જર્જરિત દીવાલ ધરાશય થઈ વાહન વ્યવહાર ખોરવાયો ભારે વરસાદ થતાં પોલ બહાર આવી

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

છોટાઉદેપુર તાલુકાના નકામલી ગામ ખાતે રેલવે ગરનાળુ આવેલું છે. જ્યાં તંત્ર દ્વારા ત્રણ વર્ષ અગાઉ ગરનાળુ બનાવવામાં આવ્યું હતું. ઉપરથી ટ્રેન પસાર થાય અને નીચેથી વાહન વ્યવહાર ચાલે તેવી સરળ સુવિધા કરવામાં આવી છે. જે પ્રજા માટે આશીર્વાદ રૂપ છે. પરંતુ બનાવવામાં આવેલા ગરનાળાની કામગીરી મજબૂત બની નહોય તેવું જણાઈ રહ્યું છે. આજરોજ વધુ વરસાદ થતાં. નકામલી ખાતે આવેલ ગરનાળાની જર્જરિત દીવાલ ધરાશય થઈ ગઈ હતી જ્યારે વાહન વ્યવહાર ખોરવાયો હતો. સદનસીબે રેલવે લાઇનને કોઈ નુકસાન થયું ન હતું. જ્યારે આસપાસના ગામલોકો ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છેકે છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તાર તરફ આવેલ દેવહાટગામ પાસે આવેલ નકામલી ગામે રાયણી ફળીયામાં ત્રણ વર્ષ પહેલાં રેલવેનું ગરનાળુ બનાવવામાં આવ્યું હતું. જેમાં જે ગરનાળાની દીવાલમાં ઉભી તિરાડ પડી ગઈ હતી . જે તિરાડ પડતા દીવાલ પડી જવાનો ભય રહેલો છે. જે સમાચાર વર્તમાન પત્રોમાં પ્રકાશિત પણ થયા હતા. પરંતુ તંત્ર દ્વારા આ વાત ધ્યાને ન લેવાતા આ દીવાલ વધુ વરસાદને કારણે આજરોજ પડી ગઈ હતી. અને 15 જેટલા ગામોની વસ્તીને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. દીવાલ પડી જતા રોડ ઉપર માટીના થર જામી ગયા હતા. અને ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું.
છોટાઉદેપુર થી અલીરાજપુર તરફ જતા રેલવે રૂટ ઉપર દેવહાટ ગામ પાસે નકામલી ગામે નાનું ગરનાળુ છે. જે તંત્ર દ્વારા ત્રણ વર્ષ અગાઉ ગરનાળુ બનાવવામાં હતું. જે ગરનાળાની દીવાલમાં ઉપર મસમોટી તિરાડ પડી હતી. જે પડી જવાની પૂરેપૂરી શક્યતાઓ જણાતી હતી. ગામલોકોએ પણ આ અંગે રજૂઆતો કરી હતી પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. અને આજે દીવાલ ધરાશય થતા વાહનોની અવર જવર બંધ થઈ ગઈ હતી. નકામલી ગામમાં 1500 માણસો જેટલી વસ્તી રહે છે. જેઓ આ રસ્તે કાયમી અવર જવર કરે છે. અને ગરનાળાની દીવાલ પડી ગઈ છે. અને કોઈ અઘટિત ઘટના બની નથી જો કોઈ બનાવ બનતો તો જવાબદારી કોની રહેતી એ એક પ્રશ્ન છે. ગ્રામીણ વિસ્તારોમાં રોડ રસ્તાઓ તો ઠીક પરંતુ હવે દીવાલો પણ તૂટી જાય છે. પરંતુ ગ્રામીણ વિસ્તાર હોય જેના ઉપર પૂરતું ધ્યાન આપવામાં ન આવતું હોય જેથી પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here