યુ. પી. ના 3 યુવાનો વગર બધાએ સાયકલ પર સવાર થયી સુરતથી હમીરપુર જવા નીકળ્યા..

રાજપીપળા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

કતારગામ ખાતે એમ્બ્રોઇડરીનુ કામ કરતા યુવાનો લોકડાઉનમાં ફસાતા સુરતથી રાજપીપલા આવી પહોંચ્યા……

લોકડાઉન ના 15 દિવસ પહેલાજ સુરત આવયાં હોવાની કેફિયત બયાન કરી

ખાવાના પણ પૈસા ન હોય વતનની વાટ પકડતા યુવાનો

કોરોના વાઇરસ ની મહામારી એ સમગ્ર દેશ ને ભરડા માં લીધો છે, લોકો ની રોજગારી છીનવાઈ ગઈ છે લોકો બેરોજગાર બન્યા છે, લોકો ને ખાવા પીવા ના વાંધા પડી રહ્યા છે, ખાસ કરી ને ગરીબ શ્રમ જીવી વર્ગ અને મજદૂર વર્ગ ની હાલત ખુબજ કફોડી બની છે. નોકરી ધન્ધા અર્થે આવેલા લોકો લોકડાઉન ના ભય થી પોતાના વતન તરફ પલાયન કરી રહ્યા છે.
રાજપીપલા ખાતે આજરોજ સાંજના સમયે સુરત ના કતારગામ ખાતે એમ્બ્રોઇડરી નું કામ કરતા 3 શ્રમજીઓ પોતાની સાયકલ પર સવાર થઈને આવિ પહોંચ્યા હતા, સાયકલ પર સવાર આ 3 યુવાનો માર્ગ માં ચિત્રવાડી ગામ પાસે ભટકાઈ પડતા તેમની પુચ્છા કરતા તેવો યુ. પી. ના હમીરપુર જિલ્લા ના કરગામ ખાતે જવા નીકળ્યા હોવાનું જણાવેલ.

યુ. પી. ખાતે જવા નીકળેલ 1) ભુપેન્દ્ર રમેશ પ્રજાપતિ (2) ઉમેશ સાદુરમ પ્રજાપતિ (3)હિરદેંશ રમેશ પ્રજાપતિ આ ત્રણેય સુરત થી યુ. પી. ની 1100 કી. મી. ની સફર કરવા સાયકલ પર નીકળવા મજબુર થયી ને નીકળી પડ્યા આ બાબત આપણી વ્યવસ્થા ઉપર પ્રશ્નો ઊભા કરી રહી છે.

સુરત કતારગામ થી સવાર થી નીકળી 3 યુવાનો 110 કી. મી. જેટલો પ્રવાસ કરી રાજપીપલા આવયાં રસ્તા માં તેમને કોઈજ સ્થળે ખાવાનું સુધ્ધાં મળ્યું નહોતું !!!

આ બાબત આપણે કરેલ વ્યવસ્થા માટે ચિંતા રૂપ છે. જોકે આ યુવકો માટે ચિત્રવાડી પાસે નૂરમોહમ્મદ મન્સૂરી એ જમવાની વ્યવસ્થા ગોઠવી આપી હતી.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here