કાલોલ પોલીસે રાષ્ટ્રીય એકતા દીવસની પ્રતિજ્ઞા લીઘી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ જે ડી તરાલ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર પોલીસ સ્ટાફ ની રાષ્ટ્રીય એકતા દીવસ ની પ્રતિજ્ઞા લેવડાવી.ભારત સરકારનું ગૃહ મંત્રાલય વિભાગ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે સત્તાવાર નિવેદનમાં જણાવે છે કે “રાષ્ટ્રીય એકતા દિવસ આપણા દેશની એકતા, અખંડિતતા અને સલામતી માટેના વાસ્તવિક અને સંભવિત જોખમોનો સામનો કરવા માટે આપણા રાષ્ટ્રની અંતર્નિહિત શક્તિ અને સ્થિતિસ્થાપકતાને પુન: પુષ્ટ કરવાનો અવસર પૂરો પાડશે.”
રાષ્ટ્રીય એકતા દિવસની પ્રતિજ્ઞા:
વર્ષ 2019 માં, પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવડાવ્યા હતા. “હું પ્રતિજ્ઞા લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવી રાખવા માટે મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓમાં આ સંદેશ ફેલાવવા માટે સખત મહેનત કરીશ. હું આ પ્રતિજ્ઞા લઉં છું, હું આ મારા દેશની એકતાની ભાવનાથી લઉં છું, જે સરદાર વલ્લભભાઈ પટેલના વિઝન અને કાર્યોથી શક્ય બન્યું છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારું યોગદાન આપવાનો પણ સંકલ્પ કરું છું.” તેવી પ્રતિજ્ઞા લીધી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here