નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર અને ફેઈથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે “ટોબેકો ફ્રી બસ ડેપો” બનાવવાની મુહિમ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળામાં 200 જેટલા પાનના ગલ્લાઓનુ નિરીક્ષણ કરાયુ અને COTPA કંપલાયન્સ અંગેની કામગીરી હાથ ધરાઇ

નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને ફેઈથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જિલ્લાને તમાકુ મુકત કરવાના પ્રયાસના ભાગરૂપે COTPA (સિગારેટ એન્ડ ટોબેકો પ્રોડક્ટ એક્ટ) 2003 સેક્શન 6(એ)ના અમલીકરણ માટે આજે ૨૦૦ જેટલા પાનનાં ગલ્લાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં “૧૮ વર્ષથી ઓછી વયની વ્યક્તિને તમાકુનું વેચાણ કરવું નહિ” તેની ચિત્રાત્મક ચેતવણી સાથેનું સાયનેજ બોર્ડ લગાવવું એ કલમ ૬ (એ) પ્રમાણે ફરજિયાત છે, જેનું પાલન થાય છે કે નહિ તેની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ પાનના ગલ્લાઓ પર કાયદાની માર્ગદર્શિકા પ્રમાણે સાયનેજ બોર્ડ પૂરા પાડવામાં આવ્યા હતા.

તદઉપરાંત “ટોબેકો ફ્રી પબ્લિક પ્લેસ” અને “ટોબેકો ફ્રી ટ્રાન્સપોર્ટ”ની કામગીરી અંતર્ગત રાજપીપલા બસ ડેપોને “તમાકુ મુક્ત જાહેર” કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ડેપો મેનેજરના સહયોગથી બસ ડેપો પર “ધૂમ્રપાન પ્રતિબંધિત વિસ્તાર” તથા “જાહેરમાં થૂંકવું નહિ” ચેતવણી દર્શાવતા સાયનેજ લગાવવામાં આવ્યા હતાં અને રાજપીપલા બસ ડેપોને તમાકુ મુક્ત જાહેર કરવા ડેપો મેનેજરશ્રીને અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે એપેડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.આર.એસ. કશ્યપ,ડેપો મેનેજરશ્રી પી.પી.ધામા, DTCC કાઉન્સેલર, ફેઈથ ફાઉન્ડેશનના સભ્યો વગેરે ઉપસ્થિત રહયા હતા.

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગનો ટોબેકો મુકત અભિયાન ફારસરૂપ

જાહેર સ્થળો ઉપર બેરોકટોક ચાલતુ ધુમ્રપાન

નર્મદા જિલ્લામા કેટલા લોકોને દંડ કરાયો ??

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ટોબેકો ફ્રી પબિલક પેલેસની જાહેરાત એક NGO સાથે આજરોજ મોટા ઉપાડે કરવામાં આવી પરંતુ નર્મદા જિલ્લાના વડું મથક રાજપીપળા સહિત સમગ્ર જીલ્લામા આવાં કાર્યક્રમો ફારસરૂપ નીવડતાં હોય છે.
સરકાર દ્વારા જાહેર સ્થળો ઉપર બીડી સિગારેટ પીવા પર ધુમ્રપાન ઉપર પ્રતિબંધ વર્ષોથી ફરમાવાયો છે પરંતુ લોકો બેખોફ જાહેરમા ધુમ્રપાન કરતાં હોય છે. જાહેરમા ધુમ્રપાન કરનારાઓ માટે દંડની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે, શું આરોગ્ય વિભાગ બતાવશે કે નર્મદા જિલ્લામા જાહેરમા ધુમ્રપાન કરનારાઓને કેટલો દંડ કરાયો ? કયારે દંડ કરાયો ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here