કાલોલ નગરમાં કેબલ ડિસ્ક કનેક્શન સંચાલકો બેફામ… મનફાવે ત્યારે બંધ કરી દેતા લોકોમાં ભારે નારાજગી…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરમાં ખાનગી( ડીસ) કેબલ કનેક્શન આપનાર ક્રિશ્ના કેબલ કનેક્શનની જોહુકમીને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકડાઉન દરમ્યાન પણ આડેધડ ડિસ બંધ કરી દેવામાં આવતી હતી. ઉપરાંત પેકેજમાં જાહેર કરાયેલ ચેનલો પણ બંધ કરી દેવામાં આવતી હોય છે અને ફ્રી ચેનલો પણ કોઈક અગમ્ય કારણસર બતાવવામાં આવતી નથી. ગ્રાહકો પાસેથી કનેક્શન લેતા પહેલા રૂ.૧૫૦૦/ થી ૨,૦૦૦/ સુધીની ડિપોઝિટ વાયર,સેટ ટોપ બોક્સના નામે લેવામાં આવે છે અને દર માસની નક્કી તારીખે ગ્રાહક રકમ જમા ન કરાવે તો તેવા ગ્રાહકનું કનેક્શન બારોબાર બંધ કરી દેવામાં આવે છે. પરંતુ જો ડિશ સંચાલકો કોઈ કારણસર ડિશ બંધ કરે તો તેટલા દિવસોનુ ગ્રાહકને કોઈ વળતર આપવામાં આવતું નથી.

મળતી માહિતી અનુસાર આ ડિશ સંચાલકો પણ ચોક્કસ ચેનલનું પેમેન્ટ ગ્રાહકો પાસેથી લઈને ભરતા ન હોવાથી તેવી ચેનલો દ્વારા ડાયરેક્ટ આવી ચેનલો બંધ થઈ જાય છે અને ગ્રાહકો પૈસા ચૂકવ્યા બાદ પણ છેતરાઈ જાય છે. હાલમાં રવિવવારની સાંજથી કાલોલ માં જી ટી.પી.એલ ના તમામ ગ્રાહકોના ઘરે કનેક્શનો બંધ કરી દેવામાં આવ્યા છે અને સોમવારે બપોર સુધી પણ કોઈ યોગ્ય જવાબ આપવામા આવ્યો નથી પૈસાનું કલેક્શન લેવા આવનાર ડિશ સંચાલક ના માણસો ફોન ઉપાડતા નથી ત્યારે આવા ગ્રાહકો સંગઠિત થઈને આવા અન્યાય વિરુદ્ધ ફરિયાદ કરે અને યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.જોકે અગાઉ મામલતદાર કચેરી નું નિયંત્રણ હેઠળ કેબલ કનેક્શન ની કામગીરી કરવામાં આવતી હતી પરંતુ હવે તેઓનું કોઈ નિયંત્રણ ન હોવાથી કેબલ ટીવી કનેક્શન વાળા બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here