નર્મદા જિલ્લામાં તા. ૨૯ મી ના રોજ RTPCR ટેસ્ટમાં વધુ ૩૦ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૧ સહિત કુલ-૪૧ પોઝિટિવ કેસ નોંધાયા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3125 ઉપર પહોંચી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૫ દરદીઓને આજે રજા અપાઇ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૩૭ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૫૦, હોમ આઇસોલેશનમા ૧૨૨ દરદીઓ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૪૯ દરદીઓ સહિત કુલ-૨૫૮ દરદીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૪૬,૫૫૭ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૧૧૦ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૨૯ મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ સાંજે ૬:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૩૦ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૧ સહિત કુલ-૪૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે સાથે કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા નો આંક 3125 ઉપર પહોંચ્યો છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૫ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૧૨૨ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૩૭ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૫૦ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૪૯ દરદીઓ સહિત કુલ-૨૫૮ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૫૯૦ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૧૬ સહિત કુલ-૧૬૦૬ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૯ મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૬,૫૫૭ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના-૩૬ દરદીઓ, તાવના-૩૫ દરદીઓ, ઝાડાના ૩૯ દરદીઓ સહિત કુલ-૧૧૦ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૨૮૪૫ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૪૭૫૬૦ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here