નર્મદા જિલ્લામાં કોરોના વાયરસ સંદર્ભે કુલ 490 કેસ કરાયા…

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

1009 ઈસમો વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી

કુલ 708 વાહનો ડીટેઈન કરી કુલ રૂ. 206100/- નો દંડ વસુલ કરવામાં આવ્યો

નર્મદા જિલ્લામાં હાલમાં ચાલી રહેલા કોરોનાવાયરસ અનુસંધાને દેશ વ્યાપી લોકડાઉનને કારણે જાહેર જનતાની સુરક્ષા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડેલ હોય જે જાહેરનામા ભંગ નહીં કરવા તથા લોકોમાં જાગૃતતા લાવવા સારું જાહેર જનતા ઘરે રહી સુરક્ષિત રહે તે સારું અપીલ કરવામાં આવેલ હોવા છતાં ઘણા ખરા ઈસમો પોતાની મનમાની કરતા હોય તેમજ સરકાર દ્વારા આપવામાં આવતા લોકોની અવગણના કરતા હોવાથી આવા ઈસમો સામે જાહેરનામા ભંગ બદલનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવતા નર્મદા પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ જગ્યાએ, ડ્રોન તેમજ સીસીટીવી તેમજ અન્ય રીતે ચાંપતી નજર રાખી તથા જાહેરનામાનો ભંગ કરનાર સામે તારીખ 25 /3 /20 થી 21/4/20 સુધી કુલ 490 કેસો કરવામાં આવે છે. જે પૈકી ડ્રોન દ્વારા કુલ 35 તથા સીસીટીવીના કુલ 20 કેશો સહિત કુલ 1009 ઈસમોને અટક કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
તેમજ લોકડાઉનની અવગણના કરી રોડ ઉપર વાહનો સાથે ફરતા તા 25/3 /20 થી આજદિન સુધી કુલ 708 વાહનો ડિટેઇન કરી કુલ 206100 /- નો દંડ વસુલ કરવામાં આવી હોવાનું સત્તાવાર રીતે નર્મદા પોલીસ સૂત્રો દ્વારા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here