આજે નર્મદા જીલ્લામાં એક મહિલાનો પોઝીટીવ રીપોર્ટ આવતા કુલ પોઝિટિવ કેસનો આંકડો 12 ઉપર પહોંચ્યો : આરોગ્ય તંત્રમાં દોડધામ..

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

નર્મદાના ભદામ ગામની પરણિત મહિલાનો કેસ પોઝિટિવ આવ્યો

પોઝિટિવ પરિવારના ત્રણ સદસ્યો ને પણ ફેસીલીટી કોરન્ટાઇન કરી દેવાતા તમામને આજે રાજપીપળાની કોવીડ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ખસેડી તેમને ફેસેલીટી કોરોનટાઇન કરી દેવાયા

દેડિયાપાડાના ડુમખલ ની 60 વર્ષીય વૃદ્ધ મહિલાની હાલત ગંભીર જણાતા તેને સારવાર માટે વડોદરા ગોત્રી હોસ્પિટલમાં ખસેડાઈ
10 જેટલા સેમ્પલનો રિપોર્ટ પૈકી એક નો રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો ત્યારે બાકીના 9 નેગેટિવ રિપોર્ટ આવ્યા

આજનો એક પોઝિટિવ મહિલાનો કેસ શાકમાર્કેટમાં શાકભાજી લેવા આવેલ મહિલાને સંક્રમણથી કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું

નર્મદા જિલ્લામાં આજે નર્મદામાં 6ઠ્ઠા દિવસે નાંદોદ તાલુકાના ભદામ ગામની એક પરિણીતા મહિલાનો પોઝીટીવ રીપોર્ટ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.આ સાથે નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 12 ઉપર પહોંચ્યો હતો. જયારે દેડિયાપાડાના ડુમખલ ગામની 60 વર્ષીય પોઝિટિવ વૃદ્ધ મહિલાની હાલત ગંભીર જણાતા તેને સારવાર માટે વડોદરા ગોત્રી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જેમાં ભદામ ગામની પોઝિટિવ મહિલા પરિવારના ત્રણ સદસ્યો ને પણ ફેસીલીટી કોરન્ટાઇન કરી દેવાતા તમામને આજે રાજપીપળાની કોવીડ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ખસેડી તેમને ફેસેલીટી કોરોનટાઇન કરી દેવાયા હતા. આજે 10 જેટલા સેમ્પલનો રિપોર્ટ પૈકી એક નો રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો જયારે બાકીના 9 નેગેટિવ રિપોર્ટ આવ્યા ની કથાઓ જાહેરાત આજે એપીડેમી ઓફિસર ડો.કશ્યપે કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં તા. 15, 16 અને 17 મી એપ્રિલ સતત ત્રણ દિવસ સુધી કુલ 11 જેટલા કેસ પોઝીટીવ આવ્યા બાદ, 18 થી 22 એપ્રિલ સુધી પાંચ દિવસ સુધીમાં એક પણ કેસ પોઝિટિવ આવ્યા ન હતા. તેથી તંત્રને લોકોને રાહતનો દમ લીધો હતો. અને આજે છઠ્ઠા દિવસે વધુ એક કેસ પોઝિટિવ આવતા તંત્ર ફરી એકવાર દોડતું થઇ જવા પામ્યું હતું. જ્યારે અગાઉના 15 મીના રોજ આવેલ પોઝિટિવ દેડીયાપાડા ના ડુંમખલ ગામની 60 વર્ષીય વૃદ્ધ મહિલા સવિતાબેન નટવરભાઈ તડવી (રહે ડુંમખલ )ની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા ની સત્તાવાર જાહેરાત આજે એપેડેમીક ઓફીસર ડો કશ્યપે જણાવ્યું હતું.
જેમાં આજે જે પણ વધુ પોઝિટિવ કેસ નોંધાયો છે તે રાજપીપળા નજીક આવેલ ભદામ ગામની પરણિત મહિલા સ્નેહલબેન મહેન્દ્રભાઈ પટેલ (ઉં વ 24 રહે ભદામ તા.નાંદોદ ) કેસ પોઝિટિવ આવેલ છે આ મહિલા બે દિવસથી કોવિદ હોસ્પિટલમાં દાખલ હતી તેનો સેમ્પલનો રિપોર્ટ આજે પોઝિટિવ આવતા તેને વધુ જરૂરી સારવાર શરૂ કરી દેવાઇ હતી. તેમજ સ્નેહલબેન ના પરિવારના ત્રણ સદસ્યો ને પણ ફેસેલીટી કરી દેવાતા તમામને આજે રાજપીપળાની કોવિદ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ખસેડી તેમને ફેસેલીટી કોરેન્ટાઈન કરી દેવાયા હોવાનું ડો. કશ્યપે જણાવ્યું હતુ.
વધુમાં એપી ડેમી ઓફિસર ડો કશ્યપે જણાવ્યા અનુસાર તા 15 એપ્રિલના રોજ ડુમખલ ગામની કોરોના 60 વર્ષીય મહિલાને ગળામા થાઇરોઇડની તકલીફ હતી તેથી તેમની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે તેમને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ડો. કશ્યપના જણાવ્યા અનુસાર આ આજે 10 જેટલા સેમ્પલનો રિપોર્ટ આવ્યો હતો, જે પૈકી એક નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે બાકીના 9 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા હાલ કોવિદ હોસ્પિટલમાં 12 ઇન્ડોર પેશન્ટ સારવાર લઇ રહ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે તા 15 મી એપ્રિલે 2 કેસ 16 મી એપ્રિલે 7 કેસ અને 17 મી એપ્રિલે વધુ 2 મળી કુલ 11 કેસ પોઝિટિવ નર્મદામાં નોંધાતા ત્યારબાદ 18 મી એપ્રિલથી 22 મી એપ્રિલ સુધી સતત પાંચ દિવસ સુધી નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ આજે 23 મી એપ્રિલે છઠ્ઠા દિવસે એક મહિલાનો પોઝીટીવ રીપોર્ટ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઇ જવા પામ્યું હતું.
આજનો એક પોઝિટિવ મહિલાનો કે શાક માર્કેટ માં શાકભાજી લેવા આવેલ મહિલાને સંક્રમણથી કોરોનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળામાં આવેલા શાકમાર્કેટમાં ભીડ ન થાય તે માટે ત્રણ અલગ અલગ જગ્યાએ મેઈન શાકમાર્કેટ રાજપીપળા હાઈ સ્કૂલ કમ્પાઉન્ડ અને કન્યા શાળા મેદાનમાં શાકમાર્કેટ સવારે 8 થી 10 માટે ખુલ્લું રાખતાં શાકભાજી લેવા માટે માનવ કીડીયારું ઉભરાતું હોય છે તેમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાનું બહાર આવેલ.
આ અંગે સંદેશ ફોટા સાથે સોશિયલ ડિસ્ટન્સ માર્કેટમાં જળવાતું ન હોવા તું તેથી તસવીરે સાથેના અહેવાલ પ્રગટ થયા હતા આમ શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા એક મહિલા કોરોનો પોઝિટિવ કેસ આવતા લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે ત્યારે શાકમાર્કેટમાં લોકોની ભીડ ના થાય તે માટે સાવચેતીના પગલાં લેવા અને દરેકને સેનીટાઈઝડ કરીને ફરજિયાત માર્કેટમાં દાખલ કરવા ઉપર મુકાઈ રહ્યો છે જેથી કોઈને ચેપ ના લાગે એટલું જ નહીં શાકભાજીના વેપારીઓને પણ ફરજિયાત માસ્કને મોજા પહેરવા નું તથા હથ સેનેટાઈઝ કરવા ફરજીયાત કરવાની માંગ ઉઠી છે.
નર્મદા કોરોના રિપોર્ટ
1) નર્મદામાં લેવાયેલા કુલ સેમ્પલ= 294
2)આજે 23મી એપ્રિલના રોજ પોઝીટીવ રિપોર્ટ =10
3) નર્મદામાં કુલ પોઝીટીવ રિપોર્ટ =12
4) આજે 23મી એપ્રિલના રોજ નેગેટિવ રિપોર્ટ = 9
5)તબિયત બગડતાં સારવાર માટે રીફર કરાયા= 1
6) અત્યાર સુધીમાં કુલ કોરોનટાઇન = 103
7) ઇન્ડોર પેશન્ટ = 12

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here