નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૬ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧ સહિત કુલ ૭ પોઝિટિવ કેસ નોંધાયા…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૩૫૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૪૭ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૧૯ દર્દીઓ સહિત પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૫૨૪ થઇ

રાજપીપલાની કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૭ દર્દીઓને આજે રજા અપાઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૧૮ દર્દીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૧૯ દર્દીઓ અને વડોદરા ખાતે ૭ દર્દીઓ તેમજ હોમ આઇસોલેશનમા ૧૯ દર્દીઓ સહિત કુલ ૬૩ દર્દીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૫,૨૫૬ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧૪ મી ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૬ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૧ સહિત કુલ ૦૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૩૫૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૪૭ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૧૯ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૫૨૪ નોંધાવા પામી છે.

રાજપીપલાની કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૭ દર્દીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૩૬ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૨૨૫ દર્દીઓ સહિત કુલ ૪૬૧ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે ૭ દર્દીઓ અને હોમ આઇસોલેશનમા ૧૯ દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧૮ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૧૯ દર્દીઓ સહિત કુલ ૬૩ દર્દીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૩૬ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૨૬૧ સહિત કુલ ૨૯૭ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૧૪ મી ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૫,૨૫૬ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૩૪ દર્દીઓ, તાવના ૨૫ દર્દીઓ, ઝાડાના ૪૧ દર્દીઓ સહિત કુલ-૧૦૭ જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૨૯,૮૮૩ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૪,૩૫,૨૯૪ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here