નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પુછપુરા ગામના મુખ્ય માગૅના કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે પાણીમા ગરકાવ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

જળબંબાકારની સ્થિતિ સર્જાતા ગ્રામજનોની કોઝવેની જગ્યાએ નવો મીની પુલ બનાવવાની માંગ

નમૅદા જિલ્લામા ભારે વરસાદ વરસવાને પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સજૉવા પામી છે તિલકવાડા તાલુકાના પુછપરા ગામના લોકોને જવા આવવાના ખુખ્ય માગૅ પરના કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા આખો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

તિલકવાડા તાલુકાના પુછપરા ગામના લોકોને અવરજવર માટે માત્ર એકજ માર્ગ હોય ને એ માર્ગ ઉપર આવેલ ખાડી ઉપર બનાવવામા આવેલ કોઝવે આજરોજ જીલ્લામા ભારે વરસાદ પડતા પાણીમા ગરકાવ થઈ ગયો હતો.
જેને પગલે ગામના બન્ને કાઠાના લોકો અટવાઈ પડયાં છે મુખ્ય માગૅ પરનો કોઝવે પાણીમાં ડુબો ડુબ થઈ જતાં જળબંબાકારની સ્થિતિનુ નિમૉણ ઉભુ થયું છે.

ગામના મુખ્ય માગૅ સદંતર બંધ થઈ પડતાં વાહન ચાલકો સહિત ગામ લોકો અટવાઈ પડયાં હતાં ગામ લોકોને આ કોઝવેની પારાવાર સમસ્યાઓના પગલે ભારે તકલીફોની યાતનાઓ ભોગ બની સામનો કરવો પડી રહ્યો છે,

પુછપરા ગામના મુખ્ય રસ્તા પરના કોઝવે પર જળબંબાકાર સ્થિતિથી ગામના મુખ્ય માગૅ પરના કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા ગામના ખેડૂતોનુ ખેતીકામ પણ અટવાઈ પડયું હતું આ કોઝવે પર વરસાદી પાણી ફરતા ગામ લોકો તાલુકા જિલ્લા મથકથી સંપર્ક વિહોણા થઈ પડયાં હતા.

ગામ લોકો આ કોઝવેની સમસ્યાને પગલે ત્રાહિમામ પોકારી ઉઠીયા છે આ કોઝવેથી ગામ લોકોને પારાવાર પડતી તકલીફો સમસ્યાનો કાયમી ધોરણે હલ ઉકેલ લાવવા કોઝવેની જગ્યાએ મીની પુલ બનાવવા તીવ્ર માગ કરી રહ્યા છે.
હાલ જયાં સુધી કોઝવે ઉપરથી પાણીનો નિકાલ ન થાય ત્યા સુધી ગામની બહાર ગયેલા લોકો ગામમા પ્રવેશી શકતા નથી કે ગામના લોકો બહાર જઇ શકતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here