નર્મદા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં.-૫૬ પરના દેવલિયા પાસેના જુના નર્મદા બ્રીજ પર વાહન વ્યવહાર બંધ કરાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

વાહન વ્યવહાર બંધ કરેલ બ્રિજ ની બાજુના બ્રિજ નવા બ્રીજ પર ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ

નર્મદા જિલ્લામાં આવેલા રાજપીપળા દેવલીયા નેશનલ હાઈવે નં.-૫૬ પરના જુના નર્મદા બ્રીજના એપ્રોચમાં નુકશાન થયું હોવાથી સલામતીના ભાગરૂપે આ બ્રીજ વાહનવ્યવહાર માટે બંધ કરી જુના બ્રીજ પરનો વાહન વ્યવહાર ડાબી બાજુના નવા બ્રીજ પર ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.એ.ગાંધીએ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.
આ જાહેરનામાની અમલવારી તા.૧૭/૦૯/૨૦૨૩ થી તા.૧૬/૧૦/૨૦૨૩ સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક થી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here