નર્મદા જિલ્લાના દેડીયાપાડાના ચીક્દા ગામથી છાણના ઉકરડામાં સંતાડેલો ઇગ્લીશ દારૂ શોધી કાઢતી પોલીસ

ગામડાઓમાં ફેલાયેલો વિદેશી દારૂ વેચવાનો નેટવર્ક વિદેશી બિયર અને કવાટરિયા મળી આવ્યા

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચનાના આધારે ડેડીયાપાડા પી.એસ.આઇ એ.આર. ડામોર તથા સ્ટાફના માણસો સાથે પ્રોહી.રેઇડમાં નીકળેલા હતા દરમિયાન બાતમી મળેલ કે કરમસીંગ ઓલીયા ભાઈ વસાવા રહેં-ચીકદા,તા. ડેડીયાપાડા ઇંગ્લિશ દારૂનુ ગે.કા. વેચાણ કરે છે અને ઈગ્લીશ દારૂનો જથ્થો તેના ઘરના વાડામાં આવેલા ઉકરડામાં સંતાડી રાખેલ છે જે માહિતીના આધારે તેના ઘરે રેઇડ કરતા ઘરના વાડામાં આવેલ છાણના ઉકરડા માં દાટી રાખેલ બિયર તેમજ ઇંગ્લિશ દારૂના કવાટરીયા મળી કુલ રૂ.૮,૨૦૦/- નો પ્રોહી મુદામાલ મળી આવતા તેના વિરૂધ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. 

ઉકરડામાં સંતાડી રાખેલ ઈંગ્લીશ દારૂનો જથ્થાની તસ્વીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here