રાજપીપલા રાજનગર રો હાઉસ સોસાયટીમા વિશ્વ રકતદાન દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પ યોજાયો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સોસાયટીના બે રહીશોનો જન્મ દિવસ સામૂહિક રીતે રક્તદાન કરીને ઉજવ્યો

તમામ રક્તદાતાઓનુ પ્રમાણપત્ર આપી પુષ્પવર્ષા કરી સન્માન કર્યુ

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજપીપલા ખાતે રાજનગર રો હાઉસિંગ સોસાયટીના રહીશોએ સામૂહિક રીતે રક્તદાન કરી 20 જેટલા યુવાનો તથા મહિલાઓએ પણ સમૂહમા રક્તદાન કરી રેડક્રોસ ડે ની ઉજવણી કરી હતી.

આજે રાજનગર સોસાયટીમા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજપીપલા, જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપલા અને જયભોલે ગ્રુપ રાજપીપલાના ઉપક્રમે યોજાયેલ આજની આ રક્તદાન શિબિરનો મુખ્ય ઉદેશ્ય એ પણ હતો કે રાજપીપળાની રાજનગર રો હાઉસિંગ સોસાયટીના બે રહીશો પૈકી કલમભાઈ વસાવાના પત્ની તથા જય ભોલે ગ્રૂપના સભ્ય ધર્મેશભાઈ માછીની જન્મ તિથિ પણ હતી ત્યારે હાલ ચાલી રહેલા કોરોના ના કપરા સમય માં પછાત અને આદિવાસી નર્મદા જિલ્લામાં રક્ત ની જરૂરિયાત સામે રક્તદાન ખુબજ ઓછું થાય છે ત્યારે અહીંના રહીશોએ આ રક્ત જરૂરિયાત વાળા દર્દીઓનેલોહી કામ લાગે તે હેતુ થી રક્તદાન કર્યુંહતુ . ઇન્ડિયા રેડક્રોસ સોસાયટી નર્મદાના ચૈરમેન પ્રિ.એન.બી.મહિડાએ જણાવ્યું કે આ કપરા સમય માં રક્તની ખુબજ અછત રહે છે . અને જિલ્લા માં રક્તદાન અંગે જાગૃતિ ખુબજ ઓછી છે ત્યારે આજે આ રક્તદાન શિબિર દ્વારા જરૂરિયાતોને પુરતુ રક્ત ઉપલબ્ધ કરી શકાશે.

સહ આયોજક એવા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ જ્યોતિબેન જગતાપે જણાવ્યું કે અમે નિયમિત રકતદાન કરીએ છે. અને રકતદાન નિયમિત કરવાથી સ્ફૂર્તિ અને તંદુરસ્તી જળવાઈ રહે છે.જેથી બધા લોકોએ નિયમિત રકતદાન કરી જરૂરિયાત વાળાને રક્ત પહોંચાડવામાં મદદ કરવી જોઈએ. તેમણે રાજનગર રો સોસાયટીના રહીશોને કોરોના કપરા કાળમા રક્તદાન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. જયારે આયોજક એવા ભોલે ગ્રુપના પ્રમુખ કલમ ભાઈ વસાવા એ જણાવ્યું કે દર વર્ષે અમે આજની તારીખે રક્તદાન શિબિર રાખી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા ને સહકાર આપીશું. આ પ્રસંગે તમામ રક્તદાતા ઓને બ્લડ ગ્રૂપ કાર્ડ , પ્રમાણપત્ર આપી તથા ફુલોથી વધાવી કોરોના વોરિયર્સ તરીકે તેમને પુષ્પવર્ષાથી વધાવી તેમનુ સન્માન કર્યુ હતુ .આ પ્રસંગે રક્તદાતાઓને માસ્ક અને બિસ્કિટનુ વિતરણ પણ કરાયુ હતુ .

આ પ્રસંગે ડો .જે એમ જાદવ , રેડક્રોસ સોસાયટીના સદસ્ય ભરત વ્યાસ , દીપક જગતાપે પણ પ્રાસંગિક પ્રવચન કરી રક્તદાનનુ મહત્વ સમજાવી વધુમા વધુ લોકોને રક્તદાન કરવાની અપીલ પણ કરી હતી .ભરતભાઈ વ્યાસે સમગ્ર કાર્યક્રમનુ સફળસંચાલન કર્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here