નર્મદા : કલેકટર દ્વારા કેમ પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા…!!

રાજપીપલા,(નર્મદા)
પ્રતિનિધિ :- આશિક પઠાણ

ગોરા ગામમા લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવાયો કોરોના પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર સાબદુ બન્યુ

ગોરાના 3 કી. મી. મા આવતા નાના પીપરીયા, મોટા પીપરીયા અને વસંતપરા ગામ બફર ઝોન જાહેર કરાયા

ઞોરા ગામમાં આવવા જવા પર પ્રતિબંધનો ફરમાન જારી કરતાં નર્મદા કલેક્ટર

નર્મદા જીલ્લો ઓરેન્જ ઝોન માથી ગ્રીન ઝોન તરફ પ્રયાણ કરી જ રહયું હતું તયાજ આજરોજ ઞોરા ગામ ના જીલ્લા આરોગ્ય વિભાગ માં ફરજ બજાવતા આરોગ્ય કર્મી કોરોના ના કહેર વચ્ચે સપડાતા તેનો રીપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર મા ભારે દોડધામ મચી હતી.
નર્મદા જિલ્લામાં 15મી એપ્રિલે કોરોનાના 2 કેસ સામે આવ્યા હતા, એ બાદ સમયાંતરે કુલ 12 કોરોનાના કેસ જીલ્લા મા નોધાયા હતા .ગત 23મી એપ્રિલ સુધીમાં એ તમામ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને સમયાંતરે રજા આપવામાં આવી હતી અને 23મી એપ્રિલે નર્મદા જિલ્લો કોરોના મુક્ત જાહેર થયો હતો તો બીજી બાજુ આગામી 14મી મેં ના રોજ નર્મદા જિલ્લો ઓરેન્જ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં આવવાની તૈયારીમાં હતો. એવામાં જ 11 મી મેં ના રોજ નર્મદાના ગરુડેશ્વર તાલુકાના જેતપુર પીએચસીના પંચલા સબ સેન્ટરના CHO અશોક ચાવડા કોરોના ના ભરડામાં મા સપડાતા પોઝિટિવ જાહેર થયો હતો, અને જીલ્લા ના ગ્રીન ઝોન ના સપના કુદરત ના કહેર વચ્ચે રોળાઇ ગયા હતા.

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 08 સેમ્પલ ચેકીંગ માટે મોકલાયા હતા એ પૈકી અશોક ચાવડાનો રિપોર્ટ પોઝિટિવ આવતા એને સારવાર અર્થે રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે.તદ ઉપરાંત બીજા 10 સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.નર્મદા જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-81,837 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 142 દરદીઓ, તાવના 54 દરદીઓ અને ડાયેરીયાના 19 દરદીઓ સહિત કુલ -215 જેટલા દર્દીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે.

નર્મદા જિલ્લા આરોગ્યવિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકાના જેતપુર પીએચસીના CHO અશોક ચાવડા ન અગાઉ તા 13/04/2020 ના રોજ ગળામાં તકલીફ અને શ્વાસ લેવામાં તકલીફ ની ફરિયાદ ઉઠી હતી જેથી પોતે કાળજી લઇને જેતપુર પીએચસી ખાતે ગયો હતો જયાં ડો.શૈલેન્દ્ર ભીલે એને દવા આપી હતી. 14 દિવસ કોરોન્ટાઇન રહેવાની સલાહ આપી હતી. અને કોરોના નો સેમ્પલ ટેસ્ટીંગ પણ કરવામાં આવેલ તયારે એનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો . રિપોર્ટ નેગેટિવ આવતા પોતે પુનઃ નોકરી ઉપર હાજર થતાં તેને રાજપીપળા પાસે ની વિરપુર ચોકડી ખાતે સ્કેનીંગ કરવા તેનાત કરાયો હતો. જયાં તેને ફરીવાર ગળામાં તકલીફ થતા ગત રોજ તેનુ સેમ્પલ લેવાયુ હતું જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.રિપોર્ટ પોઝિટિવ આવતા તેને રાજપીપળા ખાતેના કોરોના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

નર્મદા કલેક્ટર દ્વારા આ બાબતે ગંભીરતાથી નોંધ લઇ એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જેમા ગોરા ગામ મા કોઈ ના પણ આવવા જવા પર અને ગામ બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.આ સાથે જ ગોરા ગામ ની 3 કી. મી. ની ત્રિજ્યામાં આવતા નાના પીપરીયા, મોટા પીપરીયા અને વસંત પરા ગામો ને બરફ ઝોન જાહેર કરાયા છે.

ગોરા ગામ મા હાઉસ ટુ હાઉસ સેમ્પલીંગ અને સર્વે ની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાશે, પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવેલ છે.દૂધ,કરિયાણું,જેવી આવસયક સેવાઓ તંત્ર દ્વારા જ ગામલોકો સુધી પહોચાડવા આવસે.



  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here