નર્મદા : જન્મદિવસની અનોખી ઉજવણી કરી ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડતા રાજપીપળાના પત્રકાર…

રાજપીપલા,(નર્મદા)
પ્રતિનિધિ :- આશિક પઠાણ

રાજપીપલાના પત્રકાર અને વિજ્ઞાન લેખક દીપક જગતાપે પોતાનો જન્મ દિવસ સેવા દિવસ તરીકે ઉજવ્યો

59 માં જન્મદિને કેક ન કાપતા ગરમીમાં 1000 થી વધુ લોકોને ઠંડા જીરા છાશના પેકેટોનુ વિતરણ કરી જન્મ દિવસ ઉજવ્યો..

નર્મદા જિલ્લાના સિનિયર પત્રકાર અને જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપે પોતાનો જન્મ દિવસ કેક કાપીને નહી પણ સેવા દિવસ તરીકે મનાવ્યો હતો. 59 મા જન્મદિને કેક ન કાપતા ગરમીમાં 1000 થી વધુ લોકોને ઠંડા જીરા છાશના પેકેટોનુ વિતરણ કરી જન્મ દિવસ ઉજવ્યો હતો..

આ અંગે પત્રકાર દીપકભાઈએ જણાવ્યુ હતુ કે આજે કોરોનાના મહાસંકટમા લોકો અનેક મુશ્કેલીઓ વચ્ચે સંઘર્ષમય જીવન વિતાવી રહ્યા છે ત્યારે જન્મદિવસની ઉજવણી કરવાનો વિચાર ક્યાંથી આવે ? આજે 58 વર્ષ પૂરા થયા 59 મા વર્ષમાં ..પ્રવેશ મે કર્યો છે .લગભગ જીવનના 6 દાયકા તરફની સફરમા હંમેશા બીજાઓ માટે કઇક કરી છૂટવાની તમન્ના હર હંમેશ મારા માટે બળવત્તર બની રહી છે. ત્યારે કોરોનાના મહાસંકટમા જન્મ દિવસને સેવા દિવસ તરીકે ઉજવવાનુ નક્કી કર્યુ .મારા જન્મ દિવસને એક નાનકડુ સેવાનુ માધ્યમ બનાવીએ એવુ નક્કી કર્યુ .
પોતે એક પત્રકાર તરીકે કવરેજ કરવા જતા ત્યારે રોજ રાજપીપળા નગરમાં વિવિધ બેન્કોમા સવારે 10 થી 1 વાગ્યા સુધી 42 ડિગ્રી ગરમીમાં ભર તાપમા ઉભા રહેતા લોકોને જોતા ત્યારે જ નક્કી કરી લીધુ કે એમને રાહત મળે એવુ કઇક કરવુ . તેથી ગરમીમાં રાહત મળે તેવા શુભ આશયથી નગરની તમામ બેન્કોમા ગરમીમાં કલાકો સુધી લાંબી કતારોમા ઉભા રહેતા ગ્રાહકોને ઠંડી જીરા છાશના 1000 થી વધુ પેકેટનુ વિતરણ કર્યુ .

સાથે સાથે ગ્રાહકો ઉપરાંત 24 કલાક ગરમીમાં ખડે પગે કાયદો અને વ્યવસ્થાની સેવા કરતા રાજપીપલાના પોલીસકર્મીઓ, અધિકારીઓ , ટ્રાફિક ભાઈઓ, અને હોમગાર્ડ ભાઈઓને પણ છાશનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. તથા માસ્ક ,સેનેટાઇઝર તથા હાથ મોજાનુ પણ વિતરણ કર્યુ હતુ.

એ ઉપરાંત રસ્તે આવતા જતા વટેમાર્ગુઓને પણ ઠંડી છાશનુ વિતરણ કરી 1000થી વધુ લોકોને છાશનુ વિતરણ કર્યાનો આત્મસંતોષ માન્યો હતો, તેઓ સાથે તેમના ધર્મપત્ની જ્યોતિ જગતાપ પણ આ સેવાના નાનકડા યજ્ઞમા સહભાગી બન્યા હતાં અને પતિદેવ નો ઉત્સાહ વધાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here