નર્મદાે : કેવડિયા મુદ્દે નર્મદામાં ઘમાશાણ કોગ્રેસના 9 ધારાસભ્યો,આદીવાસી અગેવાનોને કેવડિયા જતા પોલીસ દ્વારા રોકતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ધારાસભ્યો સહિત આગેવાનોને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના અસરગ્રસ્ત 6 ગામના લોકોની મુલાકાત લેતા રોકયા

પોલીસ દ્વારા તમામ લોકોને ડિટેન કરી રાજપીપળા પોલીસ હેડકવાર્ટર લવાયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના કેવડીયાના 6 અસરગ્રસ્ત ગામના આદિવાસીઓનો મામલો છેલ્લા કેટલાય દિવસથી ખુબજ ચર્ચાસ્પદ બનેલ છે ,આદિવાસીઓની જમીનોને લઇને ભારે વિરોધના સુર ઉઠી રહ્યો છે.આદિવાસી સંગઠનો અસરગ્રસ્તોની વહારે આવી રહયા છે ત્યારે આજરોજ કોગ્રેસના 9 જેટલા ધારાસભ્યો પોતાનો વિરોધ નોંધાવવા નર્મદા જિલ્લામા આવ્યા હતા.

કોગ્રેસના ધારાસભ્યોએ રાજપીપળા ખાતે કલેક્ટર કચેરીએ નર્મદા કલેક્ટર મનોજ કોઠારીને આવેદનપત્ર આપીને અસરગ્રસ્તોની મુલાકાતે કેવડીયા તરફ જતાં પોલીસે તેમને અટકાવ્યા હતા.

હાલ ઘણા દિવસોથી કેવડિયાના છ ગામોમાં નિગમ દ્વારા સર્વે અને ફેનસિંગની કામગીરી થઈ રહી છે જે મુદ્દે આદિવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો તેમજ આદિવાસીઓમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો ત્યારબાદ આજે ગુજરાતના કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો અને આદિવાસી અગેવનો એ વહીવટદાર સાથે કેવડિયા મુદ્દે સર્કિટ હાઉસ ખાતે મિટિંગ કરી હતી ત્યારબાદ ધારાસભ્યો પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેવડિયા જઇ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવતા ધારાસભ્યો અને આગેવાનોએ રસ્તા ઉપર બેસી ગયા હતા અને પોલીસ વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલિસ સાથે બોલબોલીના દ્રશ્યો પણ સર્જાયા હતા પોલીસ દ્વારા તમામની અટકાયત કરી રાજપીપળા પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા હતા.

આદિવાસી ધારાસભ્યોએ આક્ષેપ કર્યો છે કે સરકાર આદિવાસીઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે અને કેવડિયા ખાતે સર્વેની કામગીરી કરતા નિગમ સામે આદિવાસીઓએ વિરોધ કર્યો ત્યારે તેમને મારવામાં આવ્યા છે મહિલાઓને પણ મારવામાં આવ્યા છે તેમજ કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા આ રીતે હળહળતો અન્યાય અદિવાસીઓ સાથે થઈ રહ્યોં છે તેમ અદિવાસી આગેવાનોએ જણાવ્યું હતું.

કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો વાંસદા-ચીખલીના અનંત પટેલ, માંડવીના આનંદ ચૌધરી, નિઝરના સુનિલ ગામીત, વ્યારાના પુનાજી ગામીત, ભિલોડાના અનિલ જોષીયારા, નાંદોદના પી.ડી.વસાવા, પાવી-જેતપુરના સુખરામ રાઠવા, ગરબાડાના ચંદ્રિકાબેન બારીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા, માજી સાંસદ અમરસિંગ ઝેડ ચૌધરી, આદિવાસી આગેવાન ડો.પ્રફુલ્લ વસાવા, રાજુભાઈ વલવાઈ સહિત અન્ય આગેવાનો રસ્તા પર બેસી જઈ ઉગ્ર સ્વરે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.અને જ્યાં સુધી કેવડિયા આદિવાસીઓની મુલાકાતે નહિ જવાદો ત્યાં સુધી અમે અહીંયાંથી નહિ ઊઠીએ એવી જીદ પકડતા પોલિસ દ્વિધામાં મુકાઈ હતી અને આગેવાનોની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here