બાબરાના વેપારી મહામંડળના આગેવાનો દ્વારા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

ડાબી અને જમણી બાજુની દુકાનો ખોલવામાંથી મુક્તી આપવા અને બંને બાજુની દુકાન ખુલ્લી રાખવા મંજુરી આપવા માટે આવેદન અપાયું

કોરોના વાઇરસના કારણે હાલ સમગ્ર દેશ થંભી ગયો છે ત્યારે લોક ડાઉનના લઈને દેશની ધંધાક્રીય અને ઓદ્યોગિક પરિસ્થિતિ પડી ભાંગી છે સરકાર દ્વારા ચોથા તબક્કાના લોક ડાઉન દરમિયાન વેપારીઓ અને ઉદ્યોગો માટે શરતી મંજૂરી આપવામાં આવી છે પરંતુ સ્થાનિક તંત્રના નિયમોના કારણે વેપારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ બાબતે અમરેલી જીલ્લામા તંત્રના એકી-બેકી જેવા નિયમોને કારણે વેપારીઓની દુકાનો ખુલ્લી હોવા છતાં ધંધા થંભી ગયા છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ખેડૂતો તેમજ ગ્રાહકોને જીવનજરૂરી ચીજવસ્તુ લેવા માટે હાલાકી ભોગવવી પડે છે. અમરેલી જીલ્લામાં વેપાર ધંધા અને રોજગાર માટે એકી-બેકી તેમજ ડાબી જણમી બાજુના ધંધા ખોલવા કડક નિયમો સાથે સવારે 8 થી સાજના 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવની શરતી મંજુરી આપવામાં આવી છે જેને અનુરૂપ બાબરા શહેરમા ડાબી જમણી લાઇનમાં દુકાનો ખોલવાની મંજુરી મળી છે જેથી વેપારીઓ, રેંકડીવાળા નાના ધંધાર્થીઓ કપરી પરિસ્થિતિમાં મુકાયા છે સરકાર તરફથી છુટછાટ આપવામા આવી છે તો શેના કારણે વેપારીઓને હેરાનગતિ કરવામાં આવે છે વેપારીઓ ડાબી જમણી સાઇડ નિયમો અનુસાર પાલન કરે છે ત્યારે સ્થાનીક તંત્ર વેપારીઓને હેરાનગતિ કરે છે કોરોના મહામારીના કારણે વેપારીઓ પણ સાવચેતી રાખીને ધંધા કરે છે પણ પોલીસ તંત્ર દ્વારા અવાર-નવાર હેરાનગતિ કરવામાં આવે છે વેપારી મહામંડળ દ્વારા બાબરા મામલતદાર અને પ્રાંત અધિકારીના માધ્યમથી રાજ્યપાલને આવેદનપત્ર આપીને જણાવ્યું કે અમરેલી જીલ્લામા કોરોનાનો એટલો બધો સંક્રમણ ન હોવાથી બાબરાના વેપારીઓને ધંધા રોજગારની ગાડી પાટે ચડવા માટે તમામ વેપારીઓ ને એકી સાથે દુકાન ખોલવા માટે મંજૂરી આપવામાં આવે એવી માંગ સાથે વેપારી મહામંડળના ડાયાભાઇ શેલીયા, શંભુભાઇ પાંચાણી, ગાંડુ ભાઇ રાતડીયા, શૈલેષભાઇ કુબાવત સહીત આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ વેપારી મહામંડળના ડાયાભાઇ શેલીયા ગાડુંભાઇ રાતડીયાએ જણાવ્યું કે હાલ પરિસ્થિતિને લઇ નાના મોટા તમામ વેપારીઓની સ્થિતિ દયનીય બની છે ત્યારે વેપારી મહામંડળના આગેવાનો વેપારીઓના મુદ્દાઓ બાબતે સતત પ્રયત્નશીલ રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here