પંડાંલો અને સ્વાગત સવારીઓની ધામધૂમ વગર કોરોનાના કહેર વચ્ચે આજથી તિલકવાડા નગરમાં ગણેશોત્સવનો પ્રારંભ

તિલકવાડા(નર્મદા),
વસીમ મેમણ

આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે પરંતુ આ વખતે કોરોનાના ગ્રહણના કારણે સાર્વજનિક ઉત્સવ નહિ થાઇ તિલકવાડાં નગરમાં પણ તમામ મંડળોએ સાર્વજનિક ઉજવણી આ વખતે બંધ રાખી છે જેના કારણે ગણેશોત્સવના આગલા દિવસે સ્વાગત સ્વરીઓની રોનક જોવા મળી નથી.

તિલકવાડાં નગરમાં દર વર્ષે વિવિધ સ્થળોએ મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે આ તમામ મંડળો દ્વારા ભારે ધૂમધમ થી ઉત્સવ ઉજવવામાં આવે છે વિશાલ પંડાલમાં શ્રીજીની વિરાટ પ્રતિમાઓ સાથે વિવિધ થીમ પર કરાયેલા સુશોભન આકર્ષક હોઈ છે અને તેના દર્શન કરવા માટે ઉત્સવ દરમિયાન રોજ રાત્રે ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળૂઓ ઉમટી પડે છે ગણેશોત્સવ પ્રારંભ થાઇ તેના એક સપ્તાહ પહેલાથી જ મૂર્તિઓનું આગમન સવારીઓ સાથે થઈ જાય છે જોકે આ વખતે કોરોના મહામારીનો કારણે આ પરંપરા ખંડિત થઈ છે

આ વખતે શ્રીજી પ્રતિમાઓની સ્વાગત-સ્થાપના સવાંરીઓ નહિ નીકળતા શહેરના રસ્તાઓ પર જોવા મળતી રોક જોવા ન મળી હતી, બીજી તરફ ગણેશોત્સવનો પ્રારંભ થઇ ગયો છે પરંતુ સાર્વજનિક નહિ હોવાથી લોકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે તિલકવાડાના પોલીસ લાઈન, બ્રાહ્મણ શેરી, કુંભરવાડ, આઝાદચોક, કછીયાવાડ તથા અન્ય કેટલાક ગનેશોત્સવ મંડળો દ્વારા પરંપરાને જાળવી રાખવા માટે ઘરોમાં જ શ્રીજીની નાની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે જ્યાં ફક્ત મંડળના સભ્યો દ્વારા જ પુંજા આરતી અને ભોગ ધરાવવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here