ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મોડાસા સંચાલિત,જી. મોરીવાળા નર્સિંગ કોલેજનો અંગે બુનિયાદનો કાર્યક્રમ યોજાયો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

શિક્ષણ નગરી તરીકે પ્રખ્યાત મોડાસામાં તા.18/10/2022 ને રવિવારના રોજ ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મદની હાઇસ્કુલ કેમ્પસમાં જી.જી. મોરીવાલા નર્સિંગ કોલેજના સંગે બુનિયાદ નો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમના અધ્યક્ષ ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મોડાસાના પ્રમુખ જનાબ બાબુભાઈ ટાઢાના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્ય દાતા જી.જી. મોરીવાલાના પ્રતિનિધિ નિશારભાઇ મલેકજી અને ગુલામનબી જમાલભાઈ શેઠ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના માજી કુલપતિ ડોક્ટર દાઉદભાઈ ઘાંચી અતિથિ વિશેષ તરીકે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર ડૉ. અકીલભાઇ સૈયદ, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર, ધી ઘાંચી આરોગ્ય મંડળના પ્રમુખ મોહમ્મદ હબીબભાઈ ઈપ્રોલિયા ઉપસ્થિત રહ્યા હતાધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ તથા ભૂતપૂર્વ સેક્રેટરીશ્રીઓ તથા ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના કારોબારી સભ્યો તથા ટ્રસ્ટીઓ તથા દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

આવેલ મહેમાનોનું સ્વાગત સંસ્થાના સેક્રેટરી કાદરઅલી સૈયદે કર્યુ હતું. ત્યારબાદ સમારંભના અધ્યક્ષ બાબુભાઇ ટાઢા ધ્વારા જી.જી. મોરીવાલા નર્સિંગ કોલેજના સંગે બુનિયાદ પ્રસંગે સમાજમાં ઉચ્ચ શિક્ષણ ની જરૂરિયાતો પર દિશા નિર્દેશ કરી આવનારા સમય માટે સાયન્સ કોલેજ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ તેમજ બી.એડ. કોલેજ સાથે ટેકનિકલ શિક્ષણ પર ભાર મૂકી સમાજને સહભાગી બનવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે મોડાસાના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોરે શિક્ષણ માટે યોગદાન આપવાની ખાત્રી આપી હતી. આ પછી ડૉ. અકીલભાઇ સૈયદે આજના સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણ કેટલું જરૂરી અને માર્ગદર્શક છે તેના પર ભાગ મૂક્યો હતો, સમારંભના મુખ્ય મહેમાન ડૉ. દાઉદભાઈ ઘાંચી એ પોતાના વક્તવ્યમાં વિશ્વ ફલક પર શિક્ષણ કેટલું મહત્વનું છે અને આપણાં સમાજ માટે શિક્ષણ ની આવશ્યકતા આવનારી પેઢીઓ માટે પાયાની જરૂરિયાત છે. આ દિશામાં મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ, મોડાસા ઉચ્ચ શિક્ષણ માટે એક નવી સંસ્થા ઉભી કરવા જઈ રહ્યું છે તે બાબતે તેમણે અભિનંદન આપ્યા. તેમજ મી.હબીબભાઈ છપ્રીલિયા અને યુસુફભાઈ ખેરાડા એ નવી નર્સિંગ કોલેજ માટે શુભેચ્છાઓ પાઠવી.

સમગ્ર કાર્યક્રમ માં સંસ્થાનો અહેવાલ પ્રોજેકટ કમિટીના ચેરમેન મુસ્તુફાભાઈ કાંકરોલિયા એ આપ્યો. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જીવાભાઇ ખાનજી, ઉપપ્રમુખ જમાલભાઈ મેઘરેજી, જરોક્રેટરી આહિંદભાઇ બેલીમ, ફંડ કમિટીના ચેરમેન સલીમભાઈ દાદુ તેમજ અલીભાઇ શેઠ, રજ્જાક્ભાઈ મેમણ, ઈકબાલહુરોન ઇલિયા, અશરફભાઈ પટેલ, શબ્બીરહુસેન ખાનજી, એજ્યુકેશન કમિટીના ચેરમેન ઇરફાનભાઈ ટાઢા, સુલેમાનભાઈ ખાનજી, ડૉ.વસીમભાઇ સુથાર, ઇબ્રાહિમભાઈ ખાલક, અસ્પાકભાઈ મલેક, અને બાંધકામ કમિટીના સભ્યો સલાઉદ્દીનભાઈ મોડાસિયા, સિકંદરભાઈ સુથાર, ગફુરભાઈ ઝાઝ તેમજ સંસ્થાના તમામ હોદ્દેદારો અને માધ્યમિક શાળાના આચાર્ય સુલ્તાન આઈ. મલિક, માધ્યમિક સ્ટાફ તેમજ પ્રાઇમરી સ્ટાફે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો.

કાર્યક્રમ ની આભારવીધી ફંડ કમિટીના ચેરમેન સલીમભાઇ દાદુ (દાદુ જનરલ) એ કરી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમ,પી,મનસુરી અને પ્રાઇમરી શાળાના આચાર્ય ઇલિયાસભાઈ સુથારે કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here