જલારામ હોસ્પિટલ મેઘરેજના સહયોગથી અને એહસાસ યુવા ગ્રુપ આયોજીત આંખોની ફ્રી તપાસ અને ફ્રી મોતિયા ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મુખ્ય મહેમાન તરીકે મખદૂમ એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ જનાબ ન‌ઇમભાઇ મેઘરેજી ઉપસ્થિત રહ્યા તેમના હસ્તે રિબીન કાપી પ્રોગ્રામ ની શરુઆત થ‌ઇ

એક પણ રુપિયા ના દવા કે લેન્સ કે હોસ્પિટલ ના ખર્ચ વગર મોતિયુ પાકી ગયેલા 58 દર્દીઓ ના મેઘરેજ ખાતે જલારામ હોસ્પિટલ માં ફ્રી મા મોતિયા ના ઓપરેશન કરવામા આવશે

કુલ 752 દર્દીઓ ને ચેક કરવામાં આવ્યા તે પૈકી કેમ્પ માં ચકાસણી થયેલા 503 દર્દીઓ ને નંબર ના ચશ્મા ફક્ત ૩૦ રુપિયા માં આપવામાં આવ્યા..

જલારામ હોસ્પિટલ ના શ્રી બામણીયા સાહેબ, જીવદયા પ્રેમી નિલેશ ભાઇ જોષી, રેડ ક્રોસ સોસાયટી ના ભરતભાઇ પરમાર, જુબેર ભાઇ ખાનજી, મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ ના ચેરમેન જનાબ સાજીદ ભાઇ ખાનજી તેમજ પ્રચલિત યુવા એડમિન ગ્રુપ ના તમામ સભ્યો તેમજ સમાજ ના અગ્રાણીઓ હાજર રહ્યા
સુન્ની મુસ્લિમ ઘાંચી જમાત ના પ્રમુખ જનાબ બાબુભાઇ ખાનજી સેક્રેટરી શકીલ ભાઇ દાદુ અને ગૌષિયા સ્કૂલ ના વહીવટ દાર અબ્દુલ રહીમભાઈ સુથાર તેમજ જમાત ના તમામ સભ્યો એ ખૂબજ સહકાર આપ્યો

અહેસાસ યુવા ગ્રુપ ના પ્રમુખ નવયુવાન અને ખંતીલા હાસમી ખાનજી, ધનસુરિયા તાહીર શબ્બીર બાયડીયા, મોહ્યુદ્દીન પટેલ, જુબેર બુલા, સિરાઝ સુથાર,અકીલ જેથરા,વસીમ કાક રોલિયા,સરીમ અશરફી તથા તમામ મેમ્બર્સ એ દરેક નો દીલ થી આભાર માન્યો

સફળતાપૂર્વક આયોજન કરવા બદલ સમગ્ર અહેસાસ યુવા ગ્રુપ ના સભ્યો ખૂબ અભિનંદન ને પાત્ર બન્યા અને સમાજ ના જરુરતમંદ વર્ગ ના લોકો ને મદદરુપ થવા બદલ કામની ખૂબજ સરાહના કરવામાં આવી અને લોકો એ દીલ થી દુવાઓ આપી

તેમજ સેવાના કાર્યો માં અહેસાસ યુવા ગ્રુપ હંમેશા સક્રિય રહે તેવી લાગણી વ્યક્ત કરવામા આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here