ધાર્મિક લઘુમતિના વિદ્યાર્થીઓ માટેની વિવિધ શિષ્યવૃત્તિ યોજના હેઠળ ONLINE અરજીઓ રજૂ કરવાની મુદ્દત લંબાવાઇ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ભારત સરકારશ્રીના અલ્પસંખ્યક કાર્યમંત્રાલય, નવી દિલ્હી દ્વારા અમલીત “મુસ્લીમ, ખ્રિસ્તી, શીખ, પારસી, બૌધ્ધ, જૈન” જેવા ધાર્મિક લઘુમતીના વિદ્યાર્થીઓ માટે “પ્રિ.મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના”, પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના” અને “મેરીટ કમ મીન્સ શિષ્યવૃતિ યોજના” National Scholarship Portal ની વેબસાઇટ www.scholarships.gov.in પર ONLINE અરજીઓ અંતર્ગત ધાર્મિક લઘુમતિ કોમના વિદ્યાર્થીઓ માટે વર્ષ-૨૦૨૦-૨૧ માં ઉપરોક્ત યોજનાઓ માટેની શિષ્યવૃત્તિ મેળવવા યોજનાની શરતોને આધિન રહી ઓનલાઇન અરજીઓ મંગાવવા માટે ગુજરાત સરકારશ્રી મારફત અગાઉ કરાયેલી વિગતવાર પ્રસિધ્ધિ સંદર્ભે ઓનલાઇન અરજીઓ મેળવવાની મુદ્દતમાં વધારો કરવામાં આવેલ છે. નવી TIMELINE મુજબ વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ સબમીટ કરવા અને INSTITUTE LEVEL એ VERIFICATION કરવાની સમય મર્યાદામાં હવે કોઇપણ વધારો કરવામાં આવશે નહિ, જેની તમામ વિદ્યાર્થીઓ/વાલીઓ તથા શાળા/કોલેજ/સંસ્થાએ નોંધ લેવા જણાવાયું છે.

તદઅનુસાર, “પ્રિ.મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના”, “પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના” અને “મેરીટ કમ મીન્સ શિષ્યવૃત્તિ યોજના”ના તમામ નવા (Fresh) વિદ્યાર્થીઓ / જુના (Renewal) વિદ્યાર્થીઓ માટે ONLINE અરજી કરવાની છેલ્લી તા.૩૧/૧૧/૨૦૨૦ છે અને શાળા/કોલેજ/સંસ્થાઓએ નવા (Fresh) / જુના (Renewal) અરજીઓ અને Defect થયેલી અરજીઓને ONLINE VERIFICATION કરવાની છેલ્લી તા.૧૫/૦૧/૨૦૨૧ છે.
જેથી સંબધિત શાળા/કોલેજ/સંસ્થામાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓની ONLINE અરજી કરવાની બાકી હોય તે તમામ વિદ્યાર્થીઓ/વાલીઓને આ બાબતે વિગતવાર જાણકારી આપી તેમજ શાળા/કોલેજ/સંસ્થાના નોટીસ બોર્ડ પર જાહેરાત પ્રસિધ્ધ કરી, વધુમાં વધુ પ્રચાર કરી તા.૩૦/૧૨/૨૦૨૦ સુધીમાં ONLINE અરજી કરવાની કામગીરી પૂર્ણ કરાવવાની રહેશે. અન્ય લાગુ પડતી તમામ માહિતી વેબસાઇટ www.scholarships.gov.in પર Ministry of Minority Affairs માં મૂકવામાં આવેલ છે તેમજ જો કોઇને વધુ માહિતીની જરૂર જણાય તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, (વિકસતી જાતિ) નર્મદાની કચેરીનો સંપર્ક સાધવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here