ધાર્મિક બાંધકામનું ડિમોલીશન કરતા એસ. પી.શ્રી, એસ. ડી. એમ. શ્રી, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી જામનગરને રૂકજાવનો આદેશ આપવા અહમદ રઝા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની મુખ્યમંત્રીશ્રીને રજુઆત

જામનગર, આરીફ દીવાન (મોરબી) :-

ગત તારીખ : 03/06/2023 ના મોડી રાત્રી ના સજુબા ગર્લ્સ સ્કુલ -જામનગર ની અંદર વર્ષો જુની સૈયદ જીન્નત બીબી માં ની દરગાહ નું એસ. પી. શ્રી,એસ. ડી. એમ. શ્રી, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી જામનગર ના ઓએ ડિમોલીશન કર્યા પછી એસ. પી. પ્રેમસુખ ડેલું દ્વારા પત્રકાર પરિષદ યોજી આવનાર સમયમાં ગેરકાયદેસર ના બાંધ કામો નું ડિમોલીશન કરવામાં આવશે તેવું સ્ટેટમેન્ટ આપેલ હોઇ જે અન્વયે ધાર્મિકલોકો માં ભય અને દહેશત ફેલાયેલ હોઇ તેમજ જામનગર શહેર જીલ્લામાં શેરીએ – શેરીએ અને ગલી ગલી ઠેક ઠેકાણે વર્ષો જૂના મંદિર, મસ્જીદ, દરગાહ, મદ્રેસા આવેલા હોઇ અને વર્ષો થી આસ્થા ના પ્રતીક એવા ધાર્મિક અનેક બાંધકામો નું કાયદા ની ના સમજ હોવાના કારણ સબબ રેગ્યુલાઈઝ કરવામાં આવેલ ના હોઇ અને યેન કેન રીતે રેગ્યુલાઈઝ થઇ શકેલ ના હોઇ જેથી ગેરકાયદેસર ના ધાર્મિક બાંધકામો ને રેગ્યુલાઈઝ કરવા તક આપવા તેમજ તે અન્વયે ડિપાર્ટમેન્ટ માં વિશેષ વિભાગ ચાલુ કરવા અને ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો ને રેગ્યુલાઇઝ કરાવવા સરકારશ્રી ને મદદરૂપ થવા તથા ડ્યુ પ્રોસેસ ઓફ લો અપનાવ્યા વગર કોઈ ગેરકાયદેસર ના ધાર્મિક બાંધકામો નું ડિમોલીશન ના કરવામાં આવે તે મતલબ નું જીલ્લા કલેક્ટરશ્રી જામનગર થ્રુ મુખ્યમંત્રીશ્રી તેમજ ગૃહમંત્રીશ્રી તથા રાજકોટ રેન્જ આઈ. જી. પી. શ્રી ને ધરારનગર બેડી જામનગર સ્થિત અહમદ રઝા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના બેનર હેઠળ આવેદન આપી રજુઆત કરવામાં આવેલ. આવેદન આપતી વખતે સૈયદ છોટે સલીમ બાપુ,બેડી સામાજીક કાર્યકરશ્રી દાઉદભાઈ નોતિયાર,મોહમ્મદ અસ્લમ રઝવી, વકીલશ્રી ઉમર લાકડાવાલા, યુસુફભાઇ એ પરાસરા સામાજીક કાર્યકર સુલતાનભાઈ બસર, અહમદ અલીભાઈ વાડા, હુસૈન કે રામકથા, અનવર કેરેચા, ઇમરાનભાઈ છેર, અવેશભાઈ થાય, વસીમભાઈ બ્લોચ વિગેરે હાજર રહેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here