જામનગરમાં એ સી બી એ લાંચ લેતા નાયબ મામલતદારને ઝડપી પાડયા

જામનગર, આરીફ દિવાન(મોરબી) :-

દેશના વડાપ્રધાન લાંચરૂશ્વત નાબૂદ કરવા મોટાભાગે ઓનલાઈન સિસ્ટમ શરૂ કરી છે છતાં ભ્રષ્ટાચાર અટકવાનું નામ જ ના લેતું હોય તેમ જામનગરમાં નાયબ મામલતદાર ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયા

સમગ્ર રાજ્યમાં અવારનવાર સરકારી અધિકારીઓ કે ખાનગી કોન્ટ્રાકટર દ્વારા નાના-મોટા ભ્રષ્ટાચારની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે દેશના વડાપ્રધાન ભ્રષ્ટાચારને નાબુદ કરવા અને કાળા નાણા અંતર્ગત મોટાભાગે ઓનલાઈન સિસ્ટમ શરૂ કરી છે છતાં પણ નાના-મોટા લાંચરૂશ્વત ભ્રષ્ટાચાર જેવા બનાવો પ્રકાશમાં આવતા હોય છે આવું જ કંઈક જામનગર ખાતે દિવાળી અંતર્ગત સીઝનના ફટાકડા ના સ્ટોલ અંતર્ગત સરકારી ધારાધોરણ મુજબ ફટાકડા ના વેપારીઓ દ્વારા લાઇસન્સ મેળવવાનું હોય છે જે લાઇસન્સ અંતર્ગત જામનગર શહેરના નાયબ મામલતદાર ચેતન ઉપાધિ ફટાકડા લાયસન્સ આપવાના નામે રૂપિયા ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયા પ્રકાશમાં આવ્યું છે જેમાં જામનગર ખાતે એ.સી.બી દ્વારા સફળ ટ્રેપ કરી રંગેહાથ મામલતદારને ઝડપી પાડતા સમગ્ર જામનગર પંથકમાં ગભરાટ વ્યાપી ગયો છે હાલ દિવાળીના તહેવારો અંતર્ગત મોટાભાગે વેપારી અને અધિકારીઓ માં દિપાવલી અંતર્ગત ખુશાલીનો માહોલ હોય ત્યારે જામનગર શહેરના નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય ની દિવાળી બગડી હોય તેમ ઘટના બનવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here