જામનગર શહેર ડીવાયએસપી તરીકે આઇપીએસ નિતેશ પાંડેની નિમણૂંક

જામનગર,
આરીફ દીવાન(મોરબી)

જામનગર જિલ્લા પોલીસવડા દ્વારા તાજેતરમાં જ છ પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી હતી. દરમિયાન જામનગર શહેરના ડીવાયએસપી સહિતના રાજ્યના સાત આઈપીએસ અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષકની બદલીના ઓર્ડર કરવામાં આવ્યાં છે. જેમાં જામનગર શહેરમાં જાડેજાની જગ્યાએ અમદાવાદ જિલ્લાના ધોળકામાં ફરજ બજાવતા નિતેશ પાંડેની જામનગરમાં બદલી કરવામાં આવી છે.

આ અંગેની વિગત મુજબ, રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના સાત આઈપીએસ અને નાયબ પોલીસ અધિક્ષકની બદલીના આદેશો કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ જિલ્લાના ધોળકામાં વિભાગીય પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા આઈપીએસ નિતેશ પાંડેની જામનગર શહેર ડીવાયએસપી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને જામનગર શહેર ડીવાયએસપી એ.પી. જાડેજાની રાજકોટ લાંચ રૂશ્વત વિરોધી શાખાના મદદનીશ તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે એચ.પી.દોશીને સુરેન્દ્રનગરમાં વિભાગીય પોલીસ અધિકારી તરીકે બદલી કરાઇ છે અને ડાંગના ડીવાયએસપી આર.ડી. કવાની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ વડોદરા ખાતે તથા ડાંગ એસસી એસટી નાયબ પોલીસ અધિક્ષક પી.જી. પટેલને ડાંગ ડીવાયએસપી તરીકે તથા એસસી એસટીનો સેલનો વધારાનો ચાર્જ સોંપાયો છે. તેમજ મોરબી એસસી એસટી સેલના ડીવાયએસપી એમ.આઈ. પઠાણનેે મોરબી ડીવાયએસપી તરીકે તથા એસસી એસટી સેલનો વધારાનો ચાર્જ અપાયો છે. જ્યારે ભાવનગરમાં નાયબ પોલીસ અધિક્ષક રીના રાઠવાને અમદાવાદ જિલ્લાના ધોળકા વિભાગીય પોલીસ અધિકારી તરીકે બદલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here