તીલકવાળા નગરની કે એમ શાહ હાઇસ્કુલ ખાતે NMMS સ્કોલરશીપ અંતર્ગત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ

આજ રોજ તારીખ 14 માર્ચ 2021 ને રવિવારના રોજ તિલકવાડા નગરની શ્રી કે એમ શાહ હાઇસ્કુલ ખાતે NMMS એટલે નેશનલ મિન્સ કમ મેરિડ સ્કોલરશીપ ની વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ ની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું તિલકવાડા ખાતે યોજાયેલી આ પરીક્ષામાં 12 વર્ગ ખંડ માં 233 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તીલકવાળા નગરની શ્રી કે એમ શાહ સ્કુલ ખાતે યોજાયેલી આ પરીક્ષામાં સરકારી સ્કૂલો માં ભણતા ધોરણ ૮ ના વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો આ પરીક્ષામાં પાસ થઈને મેરીડ માં આવનાર વિદ્યાર્થીઓને ધોરણ 9 થિ લઈ આગળ જ્યાં સુધી ભણે ત્યાં સુધી સરકાર તરફથી નક્કી કરેલો ચોક્કસ રકમ દર વર્ષે વિદ્યાર્થીઓને ખર્ચ પેટે આપવામાં આવશે સરકાર તરફથી મળતી આ સહાય થી ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ પણ ભણી ને આગળ વધી શકે છે અને ગરીબી રેખા હેઠળ જીવતા બાળકો ના માતા પિતા ને બાળકો ને ભણાવવામાં રાહત થઈ શકે છે તિલકવાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી બાળકોએ તિલકવાડા ખાતે યોજાયેલી આ પરીક્ષામાં ભાગ લીધો હતો.

તીલકવાળા નગરની કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે યોજાયેલી નેશનલ મિન્સ કમ મેરિડ ની પરીક્ષા માં કોવિડ 19 ની માર્ગદર્શિકા મુજબ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું પરીક્ષા આપવા આવનાર દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડ માં પ્રવેશ પહેલા સ્કૂલ પ્રશાસન દ્વારા સેનેટાઈઝર કરીને માસ્ક પહેરાવી ને થર્મલ ઘન વડે વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરીને બાળકો ને પરીક્ષા ખંડ માં એન્ટ્રી આપવામાં આવી તે ઉપરાંત દરેક પરીક્ષા ખંડમાં માત્ર 20 વિધાર્થીઓને બેસાડીને પરીક્ષા લેવામાં આવી ઉપરાંત વર્ગખંડમાં પણ વિદ્યાર્થીઓને સોશિયલ સાથે બેસાડી માસ્ક પહેરાવીને પરીક્ષા લેવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here