કમોસમી વરસાદ અને વાવાઝોડામાં ઉભા કૃષિ પાકોને થયેલ નુકશાનના વળતર આપવા બાબતે લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા એ કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલને પત્ર લખ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

તાજેતરમાં નમૅદા, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા જીલ્લામાં તા.૦૪-૦૬-૨૦૨૩ના રોજ સવારે ભારે પવન સાથે વાવાઝોડા તેમજ કમોસમી વરસાદ થતા ખેડુતોના ઉભા ફળ ફળાદી કેળા પપૈયા તથા કેરી જેવા પાકોને વધુ નુકશાન થયેલ છે. છોટાઉદેપુર લોકસભાં સાંસદ ગીતાબેન રાઠવા ના મત વિસ્તારના જિલ્લામાં મુખ્યત્વે કેળા અને પપૈયા ની ખેતી વધુ થાય છે. જેના કારણે ખેડુતોની આર્થિક સ્થિી ઘણી ગંભીર બને તેમ છે. જેથી કરીને સાંસદ ગીતાબેન રાઠવા એ પત્ર લખી તમામ ચાર જીલ્લામાં નુકશાનીનું સર્વે કરાવી ખેડૂતોને રાજય સરકાર તરફથી યોગ્ય વળતર (સહાય) આપવા બાબતે પત્ર લખી વિનંતી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here