જામનગર જિલ્લાના સિક્કા નગરપાલિકા ખાતે વોર્ડ નં.૪ માં પેટા ચૂંટણી…

સિક્કા,(જામનગર) સલીમ બાપુ :-

પ્રમુખ તેમજ તેમની બોડી નાં સભ્યો એ કોંગ્રેસ પક્ષ સમક્ષ એક મહીલા ઉમેદવાર ની ટીકીટ માંગેલ જયારે પક્ષ એ પ્રમૂખ તેમજ અન્ય સભ્યો ને વિશ્વાસ મા લીધા વગર અન્ય મહીલા ને ટીકીટ ની ફાળવણી કરતાં પ્રમુખ સહિત બોડી નાં સભ્યો એ નારાજગી વ્યક્ત કરેલ સિક્કા નગર પાલિકા મા ગમે ત્યારે સત્તા પરિવર્તન થઇ શકે તેવા સંજોગોનું અનુમાન…

સિક્કા નગરપાલિકામાં વોર્ડ નંબર (૪)માં પેટા ચૂંટણી આગામી તારીખ ૦૩/૧૦/૨૧ ના રોજ થનાર છે જેમાં વોર્ડ નંબર (૪) ના ચૂંટાયેલા મહિલા ઉમેદવાર નું અવસાન થતા તે વોર્ડ નંબર ચાર માં મહિલા ઉમેદવારની જગ્યા ખાલી હોય તે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થયા ની સાથે સિક્કા નગરપાલિકામાં ગરમાવો આવ્યો છે જેમાં એન સી પી અને કોંગ્રેસ ભાજપ ના મહીલા ઉમેદવારો માં નૂરજહાં અકબર હું દડા અને હફિઝા જુનસ સંધાર અને સમીના મહેબુબ ગજીયા એ ઉમેદવારી નોંધાવી છે એન.સી.પી. ના ઉમેદવાર નૂરજહાં બેન તેમજ કોંગ્રેસમાં ઉમેદવાર તરીકે હફીઝા બેન અને ભારતીય જનતા પાર્ટી ભાજપના ઉમેદવાર માં સમિના બેન દાવેદાર તરીકે નામ છે જેથી સિક્કા નગર પાલિકામાં પેટાચૂંટણીમાં વોર્ડ નંબર (૪) માં રાજ્યભરમાં રહ્યો છે અત્રે નોંધનીય છે કે હાલ શાસન નગરપાલિકાનું કોંગ્રેસના હાથમાં હોય જેથી કોંગ્રેસમાં મહિલા ઉમેદવારને ટિકીટ ન મળતા એન.સી.પી. માં ઉમેદવારી કરી દેતા પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ રાજ્યકિય ક્ષેત્રે કોના નસીબ ચમક આપે છે તેતો મતદાર પ્રજા નક્કી કરશે હાલ પેટા ચૂંટણી ભરચોમાસે રાજકીય ક્ષેત્રે ગરમાવો લાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here