ધાર્મિક નગરી સિદ્ધપુરમાં શ્રી શાકંભરી માતાના ધામે ભક્તોની ભારે શ્રદ્ધા… નવરાત્રી દરમિયાન પાઠાત્મક સત ચંડી યજ્ઞ યોજાયો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં પવિત્ર સરસ્વતી નદીના પૂર્વ કિનારે આવેલ સુ પ્રસિદ્ધ સ્વયંભૂ શ્રીઅરવડેશ્વર મહાદેવના સાનિધ્યમાં પ.પુ.શ્રી દેવશંકર ગુરુ બાપાના આશ્રમમાં ભક્ત વત્સલા શ્રીશાકંભરી માતાની સ્વયંભૂ પ્રાગટ્ય શક્તિપીઠ આવેલ છે.પૂજ્ય બાપાની દિવ્ય તપસ્યાથી પ્રશન્ન થઇ માતાજીએ મહુડાનાં વૃક્ષને ચીરી જ્યોતિ સ્વરૂપે પ્રગટ થઇ ગુરુ બાપાને આશીર્વાદ આપ્યા હતા.આજેય પણ આ સ્થાન જાગૃત છે.મોક્ષવાંછુ વ્યક્તિઓ તેમજ સાધના કરવા માટે આનાથી ઉત્તમ સ્થાન ભારત વર્ષમાં મળવું મુશ્કેલ છે.આ કોઈ અતિશયોક્તિ નથી પરંતુ ભક્તોનો અનુભવ છે. કહેવાય છે કે કાશી થી સ્વર્ગ એક હાથ છેટું છે અને સિદ્ધપુર થી સ્વર્ગ એક વ્હેંત છેટું છે તેમા પણ શ્રીશાકંભરી માતાજીના સ્થાનક થી અંગુલ માત્રજ સ્વર્ગ છેટું છે. (સ્વર્ગ મતલબ ઉધ્વગતિ અને અંતર એટલે જે કર્મ કરીયે છીયે તેની અવધિ એમ શમજવું ) થોડી મહેનતે વધુ સિદ્ધિ. માતાજીની કથા વિષે જાણીયેતો દુર્ગમ નામનો અશુર હિરણ્યાક્ષના કુળમાં રુરુના પુત્ર તરીકે જન્મ્યો હતો. દુર્ગમ દૈત્યને એક દિવસ વિચાર આવ્યો કે દેવતાઓની શક્તિ વેદો માં રહેલી છે જો આ વેદો નો હું નાસ કરીદઉ તો દેવતાઓ શક્તિહીન બની જશે અને તેમને પરાસ્ત કરવા સરળ બની જશે.દુર્ગમ દૈત્યે પ્રબળ તપસ્યા કરી પરમ પિતા બ્રહ્માજીને પ્રશન્ન કર્યા અને ત્રેનેય લોકમાં દેવતાઓ તેમજ બ્રાહ્મણો પાસે રહેલ વેદો મને પ્રાપ્ત થાય તથા દેવતાઓ ઉપર હું વિજય મેળવું તેવું વરદાન મેળવ્યું બ્રહ્માજીએ તથાસ્તુઃ કહેતા પૃથ્વી પરથી વેદ લુપ્ત થયા બ્રાહ્મણો કર્મ હીન બન્યા તેના પ્રભાવે દેવતાઓ નિર્બળ બન્યા દુર્ગમે દૈત્યે દેવરાજ ઇન્દ્રની રાજધાની અમરાવતી ઉપર આક્રમણ કરી દેવતાઓને હરાવી દીધા પરાસ્ત દેવતાઓ મેરુ પર્વતની ગુફાઓમાં રહી ત્રિદેવની ઉપાસના કરવા લાગ્યા. વેદ મંત્રોના અભાવથી પૃથ્વી પરથી સંધ્યા, હોમ,હવન, શ્રાદ્ધ, જપ તપ,મંત્ર તંત્રના અનુષ્ઠાનો તેમજ નિત્ય કર્મ લુપ્ત થતા વરસાદ પડતો બંધ થયો સો વર્ષના ભીષણ દુષ્કાળથી પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો.વેદ હીન બ્રાહ્મણો પ્રજાજનોની સાથે હિમાલયની કંદરાઓમા પહોંચી જગતજનની માઁ જગદંબાને રીઝવવા યોગ્ય સાધના કરવા લાગ્યા માતાજીના શરણમાં આર્દ ભાવે સ્તુતિ કરતા માતૃ હૃદય દ્રવિત થયું પ્રજાનું દુઃખ જોઈ પ્રગટ થયેલા માતાજીની અશંખ્ય નેત્રો હતા. અને બાળકોના દુઃખથી દ્રવિત માતાજીના નેત્રો માંથી સહસ્ત્ર અશ્રુ ધાઓ નીકળી જે ધરા પર મહા વૃષ્ટિ રૂપે વર્ષી જેથી નદીઓના પ્રવાહ ચાલુ થયા અને ચારે બાજુ પ્રાણીઓ અને વનસ્પતિઓને નવ જીવન મળ્યું.દેવતાઓ પણ આ જોઈ બ્રાહ્મણોની સાથે મળી માતાજીની સ્તુતિ કરવા લાગ્યા અને શક્તિ હીન અવસ્થામાં માતાજી પાસે શ્રુધા શાંતિ માટે અન્નની માંગણી કરી.માતાજીએ દેવતાઓ અને બ્રાહ્મણો તેમજ પ્રજાજનોને રશથી ભરપૂર ફળો અને શાકભાજી આપી તેમની શ્રુધા શાંત કરી.આ જોઈ દુર્ગમ દૈત્ય ખુબ ક્રોધે ભરાઈ સહસ્ત્ર અક્ષોણી સેના સાથે યુદ્ધ કરવા આવ્યો.આટલું પ્રચંડ સેન્ય જોઈ દેવતાઓ,બ્રાહ્મણો તેમજ પ્રજાજનો માતાજીને રક્ષણ કરવા વિનવવા લાગ્યા ત્યારે માતાજીએ તેઓની ફરતે સુરક્ષા કવચનું વર્તુળ બનાવી પોતે યુદ્ધ કરવા બહાર ઉભા રહ્યા.બંને પક્ષે ભયંકર યુદ્ધ થયું અસ્ત્ર શસ્ત્ર અને બાણોની વર્ષા થઇ માતાજી એ પોતાના શરીર માંથી દશ મહાશક્તિ (ધૂમાવતિ, બગલામુખી, તારા,રમા,છિન્નમસ્તા,થંભીની,મોહિની,ત્રિપુરા સુંદરી, કામાક્ષી, તુળજા ભવાની ઇત્યાદિ) તેમજ ગુપ્ત કાલિને દશ હજાર હાથો સાથે પ્રગટ કરી માતાજીએ અંતે અશુરોનો સમૂળ સંહાર કરી દેવતાઓ બ્રાહ્મણો તેમજ પ્રજાજનોને અભય દાન આપ્યું. બ્રાહ્મણોને આશીર્વાદ આપી વેદો સોંપ્યા અને કોયલ સરખા મધુર સ્વરે ગાઈને કહ્યું કે વેદો મારુ જ દિવ્ય સ્વરૂપ છે તેનું શ્રદ્રા પૂર્વક સેવન કરાવા કહ્યું અને તે લુપ્ત થશે તો ફરી આવી ભીંસણ પરિસ્થિતિ પેદા થશે તેથી યાતના પૂર્વક સંભાળ રાખવાનું જણાવી આર્શીવાદ આપ્યા.મા જગદંબા પાર્વતી હજારો નેત્રો સાથે પ્રગટ થયા તેથી શતાક્ષી કહેવાયા અને દેવતાઓ,બ્રાહ્મણો તેમજ પ્રજાજનો ને તાજા રસમય ફળો અને શાકભાજી આપી પોષણ કર્યું તેથી શાકંભરી કહેવાયા.
અહીં માતાજીના ધામમાં પોષી નવરાત્રી દરમિયાન મંદિર કમિટી દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે તેમજ કોરોના વાયરાની મહામારી થી જલ્દીથી છુટકારો મળે તે માટે સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પાઠાત્મક શતચંડી યાગ તેમજ પૂજા પાઠનું વિશેષ આયોજન કરવામાં આવીરહ્યું છે પોષ સુદ આઠમ થી પોષી પૂનમ સુધી યોજાયેલા પાઠાત્મક શતચંડી યજ્ઞના આચાર્ય તરીકે વિક્રમભાઈ પંચોલી તેમજ વિદ્વાન ભાહ્મણો દ્વારા વેદ પાઠાનું પઠન અને શ્રવણ કરાશે.ચાલુ સાલે કોરોના વાયરસ ની મહામારીના કપરા સમયમાં મંદિર કમિટી દ્વારા માતાજીના ભક્તોની ભીડ ના થાય તેમાટે સોસીયલ ડિસ્ટનસીંગ,માસ્ક અને સેનિટાઇઝર વિષે વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે માતાજીના ભક્તો માતાજીને લીલા શાકભાજી પ્રસાદ તરીકે અર્પણ કરી માતાજીના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરીરહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here