રાજપીપળામાં હોમિયોપેથીની પ્રેકટીસ કરતા ડો. સુજાલ ગાંધીએ
સુરતની સ્મીમેરમાં કોરોનાને હરાવ્યો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

એક સમયે કોરોનાના દર્દીઓથી ઉભરાતા સુરત શહેરની કોઈ પણ કામ ધંધા અર્થે મુલાકાત લેવાનું બહારના લોકો ટાળતા હતા. સુરત આવાવનો એક ભય હતો. પરંતુ આજે એજ સુરતની સરકારી સિવિલ હોસ્પિટલ હોય કે મહાનગરપાલિકાની સ્મિમેર હોસ્પિટલ તેના તબીબો અને આરોગ્ય કર્મીઓની કાળજી અને ઉષ્માભરી સારવારથી ફકત શહેર કે જિલ્લાના જ નહિ અન્ય રાજયો-પ્રદેશોના કોરોના પેશન્ટ કોરોનાની મહામારીથી મુકત થતા આજે દર્દી હોય કે તેના સગાવહાલા સૌ માટે વિશ્વસનીય બન્યા છે.
આવા એેક સુરત બહારના ડો.સુજાલ ગાંધી છે. જેઓ રાજપીપળાના હોમિયોપેથીની પ્રેકટીસ કરે છે. તેઓ કહે છે કે, ‘‘કોરોનાના રીચ સંક્રમણકાળમાં બધી જ કાળજી રાખી હતી. એટલે સુધી કે ઘર બહાર જવાનુ પણ ટાળ્યું હતું. છંતા એક દિવસ તાવ આવ્યો અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આથી RTPCR ટેસ્ટ કરાવ્યો જે કોવિડ પોઝીટીવ આવ્યો. ફેફસામાં કોરોનાનું ૨૫ ટકા ઈન્ફેકશન થયું. રાજપીપળાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ. પરંતુ એક પણ બેડ ખાલી ન હતો તેમજ વેન્ટિલેટર પણ ઉપલબ્ધ ન હતું. આથી સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા મિત્રનો સંપર્ક કર્યો. તેમને સુરત આવી જવા કહ્યું ને હું સ્મીમેરમાં દાખલ થઈ’’.
‘‘ સ્મીમેરમાં તા.૬ થી ૧૧ મે વચ્ચે બાપપેપ પર રહી જેથી શ્વાસોશ્વાસમાં રાહત થઈ તેમ જણાવતા બે વર્ષથી બ્લડપ્રેશર ધરાવતા ડો.ગાંધી કહે છે કે, ત્યારબાદ તબીબો અને સ્ટાફનો સ્નેહભર્યો પરિશ્રમ મને કોરોના હરાવવામાં ખૂબ મદદગાર રહ્યો. ઓકિસજન લેવલ જે ૬૫ હતું તે વધીને નોર્મલ ૯૮ થયું અને મને હોસ્પિટલમાંથી રજા મળી.’’
ડો.સુજાલ જણાવે છે કે, રાજપીપળાથી સુરત આવતા સમયે સતત મનમાં અનેક નકારાત્મક વિચારો આવતા હતા. પરંતુ અહી આવીને સારવાર લીધા બાદ સ્મીમેર હોસ્પિટલના તબીબોની મહેનતથી મને નવું જીવનદાન મળ્યું છે. મારા વહેલા સ્વસ્થ થવા પાછળ સ્મીમેરના તબીબો અને અન્ય સ્ટાફની મહેનત આભારી છે. તેમની સતત દેખરેખ, નિયમિત તપાસ અને સમયસરની સારવાર, યોગ્ય સંભાળથી હું કોરોના સામેનું યુદ્ધ જીતી છું.’
સ્મીમેર હોસ્પિટલના હોસ્પિટલના તબીબ ડો.ચિંતન કાકરિયા, ડો.પ્રિતેશ પટેલ, ડો.રૂચીક પટેલ, ડો.સુરેશ નાગોચા અને ડો.મહિપાલ દ્વારા જહેમતભરી યોગ્ય સારવાર કરવામાં આવી. જેથી ડો.સુજાલ ગાંધી કોમોર્બિડ હોવા છતાં ૧૫ દિવસ જેટલા ટૂંકા સમયગાળામાં કોરોનામુક્ત થયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here