ધારાપુર પ્રા.શાળાના મદદનીશ શિક્ષક સ્વ.મિથુનકુમાર વિઠ્ઠલભાઈ પટેલના પરિવારને શહેરા શિક્ષણ પરિવાર દ્વારા ₹.147600/- કલ્યાણ નિધિ સહાય…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના યથાગ પ્રયત્નોથી શહેરા શિક્ષણ પરિવાર દ્વારા સ્વૈચ્છિક આપેલ કલ્યાણ નિધિ ફંડ અંતર્ગત આજ રોજ ધારાપુર પ્રા.શાળામાં ફરજ બજાવતા કોઠમ્બા ગામના વતની મિથુનકુમાર વિઠ્ઠલભાઈ પટેલ ઉત્તમ શિક્ષક તરીકે વર્ષોથી સેવા આપીને 20 ડિસેમ્બર 2021 ના રોજ સર્ગવાસી થયા હતા. બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમાર, શિક્ષક ઘટક સંઘ મંત્રી વિનોદભાઈ માછી, ખજાનચી નટવરસિંહ ચૌહાણ તેમજ બીટ કેળવણી નિરીક્ષક મોરવા સુરેશભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનોદભાઈ પટેલ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના શહેરા અધ્યક્ષ મિતેશભાઈ પટેલ, ઉપાધ્યક્ષ મિનેશભાઈ પટેલ, અણીયાદ પગાર કેન્દ્ર આચાર્ય વિજયભાઈ પટેલ, ધારાપુર પગાર કેન્દ્ર આચાર્ય મુકેશભાઈ પટેલ, ગુણેલી પગાર કેન્દ્ર ઈન્ચાર્જ આચાર્ય બાબુભાઈ વણકર, ધારાપુર સી.આર.સી.કો.ઓર્ડીનેટર ભરતભાઈ પટેલ, ધી શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક કર્મચારી સહકારી મંડળી લિમિટેડના ચેરમેન ભરતભાઈ પટેલ, બીપીનભાઈ પટેલ અન્ય પગાર કેન્દ્ર આચાર્યો, અણીયાદ, ધારાપુર, ગુણેલી પગાર કેન્દ્રનો શિક્ષણ પરીવાર અને બન્ને સંઘઠનના હોદ્દેદારો સૌ સાથે મળી તેમના ઘરે ઉપસ્થિતિ રહી મૌનવ્રત કરી શ્રદ્ધાંજલી પાઠવી સતલોકવાસીઓના પિતાશ્રીને ₹.147600/- (અકે રૂપિયા એક લાખ સુડતાલીસ હજાર છસો પુરા) તેમના પરિવારના કલ્યાણ અર્થ સહાય અર્પણ કરી હતી. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરાએ શહેરા શિક્ષણ પરિવારના બન્ને શિક્ષક સંઘઠનના ઉત્કૃષ્ઠ કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. કોવિડ – 19 ની ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here