ધાનેરાની ડી.બી પારેખ હાઈસ્કૂલમાં જામી ગરબાની રમઝટ… નાના ભૂલકાઓ સાથે શિક્ષકો પણ ગરબે ઝુમ્યા…

ધાનેરા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ગુજરાત અને ભારત ભરમાંમાં માઁ દુર્ગા ને પ્રસન્ન કરવા ભક્તજનો દ્વારા માં ના ગુણ ગાન ગઈ ગરબા કરવામાં આવી રહ્યા છે, ત્યારે ધાનેરા ડી બી પારેખ હાઈસ્કૂલમાં પણ આવું જ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી જે ના તાલે વિદ્યાર્થી,વિદ્યાર્થીનીઓ ની સાથે સાથે શિક્ષક,શિક્ષિકાઓ અને નાના ભૂલકાઓ પણ ગરબાની રમઝટ બોલાવી હતી

આ ગરબા આયોજનમાં માતાજીના ઉપાસકોએ ગરબા રમીને માતાજીને પ્રસ્સન કરીને સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી કામના કરવામાં આવી હતી.
તેમજ ગરબાની સાથે સાથે માં આદ્યશક્તિ જગદંબાની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી, આ સમગ્ર કાર્યક્રમ જોવા માટે લોકો ની પણ ભારે ભીડ જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here