છોટાઉદેપુર : બોડેલી તાલુકાના ઉચાપણ ગામના બી.ઓ.બી શાખાના મેનેજર આવ્યા જરૂરતમંદોની વ્હારે…

બોડેલી,(છોટાઉદેપુર)
આરીફભાઈ

ભૂતકાળમાં અનેક સારા-નરસા બનાવો બન્યા, આંદોલનો થયા,વિપ્લવો થયા,ભૂકંપો આવ્યા,વાવાઝોડા ફૂંકાયા, નદી નાળા ઉભરાયા, છુટા-છવાયા કે પછી સમૂહમાં મહાકાય યુધ્ધો થયા…આવા અનેક કિસ્સા-કહાનીઓમાં જે તે સમયે નાના મોટા ઈતિહાસ લેખાયા હશે…!! અને એ ઈતિહાસોમાં અનેક દાનવીરોનીએ પોતાના ખજાનાઓ લોકો માટે ખુલ્લા મૂકી દીધા હશે…!!! પણ એ તમામ બાબતો જે તે વિસ્તાર કે પછી સીમાડા પુરતી સીમિત લેખાઈ હશે…!! પરંતુ આજે સમસ્ત વિશ્વમાં કોરોના નામક જે માનવભક્ષી કહેર પ્રસરાય રહ્યો છે, અને દિનપ્રતિદિન કોરોનાનો વધતો સંક્રમણ દેશ,સીમા,જાતી, ધર્મ અને ઊંચ-નીંચ જોયા વગર માત્ર માનવ જીવન પર આક્રમણ કરી રહ્યો છે. જેને ધ્યાને લીધા વગર આવા કપરા સમયમાં અનેક માનવતાના યોધ્ધાઓ દુ:ખી જીવોના આંશુ પોતાની આંખે વહાવી રહ્યા છે. જેથી આજે જે ઈતિહાસ લેખાઈ રહ્યો હશે એ સમગ્ર વિશ્વનાં ખૂણે-ખૂણેમાં છુપાયેલી કલમો થકી એક જેવો જ …એકી સાથે અને એક જ વિષય પર લેખાય રહ્યો હશે…!! જેમાં બોડેલી તાલુકાના ઉચાપણ ગામની બેંક ઓફ બરોડા શાખાના મેનેજરનું નામ મોખરે લેખાશે….એમાં કોઈ બે મત નથી..!!

આજે દુનિયાના ખૂણે ખૂણામાં કોરોના નામક વાયરસે પોતાનો પ્રકોપ ઠાલવી દીધો છે જેના કારણે હાલ સમગ્ર વિશ્વ કોરોનાનાં કહેરથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. ભારતમાં પણ માનવભક્ષી કોરોનાએ આતંક મચાવી દીધો છે, માટે સરકારે કોરનાના વધતા સંક્રમણને અટકાવવા સમસ્ત દેશમાં લોકડાઉન લાદેલુ છે. આ લોકડાઉનનાં કારણે રોજ મજુરીકામ કરી પોતાનું પેટ ભરનારા ગરીબ પરિવારોની હાલત કફોડી બની ગઈ છે. એજ રીતે આજે છોટાઉદેપુર જીલ્લાનાં બોડેલી તાલુકાના ઉચાપણ ગામમાં સ્થાઈ થઇ ગયેલા અને રોજ કમાઈને ખાનાર જડીબુટ્ટી વાળાના પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો જે બાબત ધ્યાને આવતા બેંક ઓફ બરોડા ઉચાપણ બ્રાંચના મેનેજરે આગળ અવી 15 થી 20 કુટુંબીજનોને અનાજની કીટનું વિતરણ કરીને માનવતાનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here