ઘોઘંબા તાલુકામાં ભીલોડ ખાતે ધારાસભ્યસુ સુમનબેન ચૌહાણની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો

ઘોઘંબા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લામાં 19 શાળાનાં 95 વર્ગખંડો, 02 હોસ્ટેલ બિલ્ડિંગ 126 જ્ઞાનકુંજ પ્રોજેક્ટના કુલ 388 વર્ગખંડો, 03 શાળાઓમાં આઈસીટી કોમ્પ્યુટર લેબ સહિત કુલ રૂ. 1980.72 લાખની શૈક્ષણિક સુવિધાઓનું લોકાર્પણ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સેવાઓનો વ્યાપ વધારવાના હેતુ સાથે નવદિવસીય પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના પ્રથમ દિવસે આજે પંચમહાલ જિલ્લામાં પાંચ સ્થળોએ જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ઘોઘંબા તાલુકાના ભીલોડ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કાલોલના ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ ઉપરાંત, ઘોઘંબા તાલુકાના કણબીપાલ્લી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, ગોધરા તાલુકાના ખજૂરી ખાતે શહેરાના ધારાસભ્યશ્રી જેઠાભાઈ આહીર તેમજ મોરવા હડફ તાલુકાના સાલિયા ખાતે ધારાસભ્યસુશ્રી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમોમાં જિલ્લાની કુલ 19 શાળાના 95 વર્ગખંડો, 02 હોસ્ટેલ બિલ્ડિંગ, 126 જ્ઞાનકુંજ પ્રોજેક્ટના કુલ 388 વર્ગખંડો, 03 શાળાઓમાં આઈસીટી કોમ્પ્યુટર લેબ એમ કુલ મળી રૂ. 1980.72 લાખની શૈક્ષણિક સુવિધાઓનું લોકાર્પણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભીલોડ ખાતે યોજાયેલ જિલ્લાકક્ષાના ઉજવણી કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી પોતાના સંબોધનમાં કાલોલ ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણે જણાવ્યું હતું કે સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની પ્રગતિશીલ સરકારે દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિથી સંવેદનશીલ, પરિણામલક્ષી, નિર્ણાયક અભિગમ દાખવી જન-જનને પારદર્શક શાસનની પ્રતીતિ કરાવી છે. રાજ્યમાં શિક્ષણક્ષેત્રે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ સરકારે અનેક વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયો કરવા સાથે શ્રેષ્ઠ શૈક્ષણિક સંસાધનો ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામગીરી કરી આંતરમાળખાકીય સુવિધાઓમાં સતત વધારો કર્યો છે. જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લામાં ઉમેરાયેલી શૈક્ષણિક સુવિધાઓનો ઉલ્લેખ કરતા જિલ્લાના વિદ્યાર્થીઓ તેનાથી લાભાન્વિત થશે તેનો આનંદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી.રાઠોડે પોતાના પ્રાસંગિક સંબોધનમાં શિક્ષણક્ષેત્રે જિલ્લામાં ઉપલબ્ધ કરાવાયેલ સુવિધાઓ અને વિદ્યાર્થીઓને કઈ રીતે મદદરૂપ થશે તે અંગે વાત કરી હતી. શિક્ષણને આધુનિક સમયનું સાચુ ધન ગણાવતા તેમણે શિક્ષકોને બાળકોનો શ્રેષ્ઠ શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કામગીરી સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે ઘોઘંબા તાલુકા પંચાયત પ્રમુખસુશ્રી રંગેશ્વરીબેન રાઠવા, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વી.એમ. પટેલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે સહભાગી થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here