વાંકાનેર લુણસરીયા ગામના સરપંચે ભ્રુણ હત્યા અટકાવવા દીકરીઓને ₹1000 પુરસ્કાર રૂપિયા આપી માનવતાની મહેક લહેરાવી

“લુણસરીયા ના સરપંચ જયેન્દ્રસિંહ ઝાલાએ ભ્રુણ હત્યા અટકાવવા માટે અનોખી પહેલ શરૂ કરી”

આરીફ દિવાન, વાંકાનેર(મોરબી)

રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ અંતર્ગત મહિલા ઓ ને લાગતા ન્યાય ક્ષેત્રે અને વિકાસ લક્ષી શેત્રે ભગત યોજનાઓ અમલમાં મૂકી છે જેથી મહિલાઓમાં શિક્ષણનો ક્રેઝ વધે અને મહિલાઓ પગભર થઈ પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તેવા પ્રયાસો અંતર્ગત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ યોજના માં વહાલી દિકરી યોજના મૂકવામાં આવી છે જેમાં મોટાભાગના સરપંચો આ યોજનાઓનો લાભ મહિલાઓને કે દીકરીઓને સરકારી યોજના અંતર્ગત નિષ્ફળ નીવડયા હોય તો નવાઈ નહીં પરંતુ વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ ના સરપંચ માનવ સેવક તરીકે જાણીતા છે ગત 2020 માં 26 મી જાન્યુઆરીના રોજ પોતાના ગ્રામ્ય વિસ્તારમાં દીકરી દીકરો એક સમાન ભાગરૂપે અનોખી પહેલ શરૂ કરી હોય તેમ દીકરીઓમાં શિક્ષણ નો ક્રેઝ વધે અને દીકરીઓનું મહત્વ યથાવત રહે અને આજના આધુનિક યુગમાં કુરિવાજો અને ભ્રુણ હત્યા અટકે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા જેમાં વાંકાનેર તાલુકાના ગામની 17 દીકરીઓને એક એક હજાર રૂપિયાપુરસ્કાર રૂપે આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું સરપંચ જયેન્દ્રસિંહ પ્રતાપ સિંહ ઝાલા સેવાકાર્ય કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે 2021 માં પણ આગામી 26મી જાન્યુઆરી નિમિત્તે સોશિયલ ડિસ્ટન્સ સાથે દીકરીઓને પુરસ્કાર રૂપે આકર્ષણ પુરસ્કાર રૂપે ગિફ્ટ આપી ભૂણ હત્યા અટકાવવાના પ્રયાસો કરશે જેથી આવનાર દિવસોમાં વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામમાં દીકરી દીકરી એક સમાન માટે સરપંચ જયેન્દ્રસિંહ પ્રતાપસિંહ ઝાલા નાતજાતના ભેદભાવ વગર સર્વે સમાજની દિકરીઓ ને રૂપિયા 1000 પુરસ્કાર રૂપે આપી ખરી ગણતંત્ર દિવસની ઉજવણી કરે છે વાહ સરપંચ હો તો એસા ગત વર્ષ 2020 ની યાદગાર તસવીરો પુરસ્કાર લેતી દીકરીઓ અને સરપંચ નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here